અમરેલીમાં ફરી ભૂકંપનો આંચકો, 4 દિવસમાં બીજી વખત ધ્રુજી ધરા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે આજે ફરી એક વાર વખત ભૂકંપ આવતા રાજ્યની ધરા ધ્રુજી હતી. આજે અમરેલી પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 3.1 નોંધાઈ છે. અને તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ. મી દૂર નોંધાયું છે.
અમરેલીમાં વધુ એક વાર ભૂકંપનો આંચકો
આજે અમરેલીમાં ભૂકંપનો આંચકો આવતા ધરા ધ્રુજી હતી. સૌરાષ્ટ્રના અમરેલીમાં અવારનવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે આજે સવારે ફરી એક વાર ભૂકંપના આંચકાથી અમરેલીની ધરા ધ્રુજી ઉઠી હતી.જાણકારી મુજબ આજે સવારે 9:06 કલાકે અમરેલી પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું
આજે વહેલી સવારે અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. અગાઉ 19 ફેબ્રુઆરીએ અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આમ અમરેલી પંથકમાં અવાર નવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકશાનના સમાચાર સામે આવ્યા નથી
આ પણ વાંચો : સુરતમાં બે વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર દરમિયાન બાળકીનું મોત