ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી-એનસીઆર બાદ હવે બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.0ની તિવ્રતા

Text To Speech

સિવાન, 17 ફેબ્રુઆરી 2025: દેશની રાજધાની દિલ્હી બાદ હવે બિહારના સિવાનમાં પણ એટલી જ તિવ્રતા 4.0નો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના કારણે સિવાનના લોકો ડરી ગયા હતા. લોકો ઘરોમાંથી નીકળીને ખુલ્લા વિસ્તારમાં આવી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0ની હતી.

અહીં ઉલ્લેખનિય છે કે, આજે જ સાવારે દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કેટલીય સેકન્ડ સુધી રાજધાની દિલ્હીની ધરતી ધણધણી હતી. લોકો ડરમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. દિલ્હીના ભૂકંપની તીવ્રતા પણ 4.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર દિલ્હીની નજીક ધરતીમાં 5 કિમી ઊંડાઈ પર હતું.

દિલ્હીના ભૂકંપ બાદ પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં લોકોને સાવધાની રાખવાની અપીલ કરતા કહ્યું હતું કે, દિલ્હી અને આજુબાજુના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તમામે શાંત રહેવા અને સુરક્ષા સાવધાનીઓનું પાલન કરવાની અપીલ કરુ છું. અધિકારીઓ સ્થિતિ પર નજર બનાવીને બેઠા છે.

આ પણ વાંચો: દિલ્હીમાં જોરદાર ઝટકાથી રાજધાની હચમચી ગઈ, પીએમ મોદીએ લોકોને કરી ખાસ અપીલ

Back to top button