ટોપ ન્યૂઝનેશનલ

બિહારમાં ફરી રાજકારણમાં ભૂકંપના એંધાણ, JDUના 5 ધારાસભ્યોને મંત્રી ન બનાવતા થયા નારાજ

Text To Speech

મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે તેમની નવી કેબિનેટનું વિસ્તરણ કર્યું અને 31 નવા મંત્રીઓને સામેલ કર્યા. જેમાં મુખ્ય સહયોગી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના 16 મંત્રીઓ સામેલ છે. મંત્રીઓને પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે. નાણા અને ગૃહ વિભાગ નીતિશ કુમારની જેડીયુ પાસે આવી ગયા છે. જ્યારે ડેપ્યુટી સીએમ તેજસ્વીને આરોગ્ય અને તેજ પ્રતાપને વન અને પર્યાવરણ મંત્રાલય મળ્યું છે. દરમિયાન, માહિતી સામે આવી છે કે નારાજગીના કારણે જેડીયુના પાંચ ધારાસભ્યોએ શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.

Bihar Politics

પરબત્તાના ધારાસભ્ય ડૉ. સંજીવ કુમાર, ધારાસભ્ય પંકજ કુમાર મિશ્રા, બારબીઘાના ધારાસભ્ય સુદર્શન કુમાર અને મટિહાનીના ધારાસભ્ય રાજકુમાર સિંહ અને કેસરિયાના ધારાસભ્ય શાલિની મિશ્રા રાજભવનમાં આયોજિત સમારોહમાં હાજર રહ્યા ન હતા. યોગાનુયોગ આ તમામ ધારાસભ્યો ભૂમિહાર જાતિના છે. આ પાંચેયને કેબિનેટમાં સામેલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.

nitish kumar tejasvi yadav

ઉલ્લેખનીય છે કે મંત્રી પરિષદમાંથી 11 મુખ્યમંત્રી નીતિશ કુમારના JD(U), બે કોંગ્રેસના અને એક પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની હમમાંથી, એક અપક્ષમાંથી છે. સૌથી વધુ 16 મંત્રીઓ આરજેડીમાંથી બનાવવામાં આવ્યા છે. ત્રણ મંત્રીઓમાં મહિલા શીલા કુમારી અને લેશી સિંહ (બંને જેડીયુ) અને અનિતા દેવી (આરજેડી) છે. આરજેડીમાં લાલુ પ્રસાદના બે પુત્રો ઉપરાંત જેડી(યુ)ના બિજેન્દ્ર યાદવ સહિત કુલ સાત યાદવ છે.

CM Nitish Kumar and Tejashwi Yadav

જેડીયુના કયા ધારાસભ્યો નારાજ છે?
1. ડૉ. સંજીવ (પરબત્તા એસેમ્બલી)

2. પંકજ કુમાર મિશ્રા (રુનિસૈદપુર)

3. સુદર્શન (બારબીઘા)

4. રાજકુમાર સિંહ (મતિહાની)

5. શાલિની મિશ્રા

આ પણ વાંચો : બાળકોના યૌન શોષણ મામલે CBIની ચાર્જીશીટમાં થયા મોટા ખુલાસા, ચોકલેટના બદલામાં બાળકોનું…

Back to top button