

લદાખ, 19 ફેબ્રુઆરી : કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કારગીલમાં ભૂકંપનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2ની આંકવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, કારગીલમાં રાત્રે 9:35 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે કારગીલમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.

ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધવામાં આવ્યો
આ અંગે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા આસામના મધ્ય ભાગમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હિટ થયેલા વિસ્તારમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી.