વર્લ્ડ

ચીનમાં ભૂકંપ, મૃત્યુઆંક વધીને 74 થયો,  26 ગુમ

Text To Speech

પશ્ચિમ ચીનમાં આ અઠવાડિયે આવેલા વિનાશક ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 74 થઈ ગઈ છે. જ્યારે 26 લોકો હજુ પણ લાપતા છે. સરકારે બુધવારે આ જાણકારી આપી છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે આ વિસ્તારમાં લોકડાઉન લાગુ છે અને ભૂકંપના આંચકા અનુભવવા છતાં લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. જેના કારણે તેમનામાં ભારે રોષ ફેલાયો છે. સોમવારે ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં 6.8-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં મકાનોને ભારે નુકસાન થયું હતું અને પ્રાંતની રાજધાની ચેંગડુમાં ઇમારતોને ધ્રુજારી હતી.

કોરોનાને લીધે લોકોને તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી

કડક લોકડાઉનમાં બે કરોડથી વધુ લોકો જીવી રહ્યા છે. ભૂકંપ પછી પોલીસ અને આરોગ્ય કર્મચારીઓએ પરેશાન અને ગભરાયેલા લોકોને તેમના ઘરની બહાર જવા દીધા ન હતા. જેના કારણે દેશની કોવિડ નીતિને લઈને લોકોમાં ગુસ્સો વધ્યો છે.

ભૂકંપના કારણે ભારે વિનાશ સર્જાયો હતો

ચીનના સિચુઆનમાં સોમવારે આવેલા ભૂકંપના કારણે ભારે વિનાશ થયો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેકન્ડોમાં બધું બરબાદ થઈ ગયું. અહીંની ઘણી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. ભૂકંપનું કેન્દ્ર લુડિંગ કાઉન્ટી હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. ખડકો તૂટી પડવાને લીધે કેટલાક રસ્તાઓ બંધ થઇ ગયા હતા.

Back to top button