અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ભાજપમા ભૂકંપ: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું

Text To Speech
  • લોકસભા ચૂંટણી પહેલા વદોડરાના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ
  • ધારાસભ્યએ પોતાના અંતર આત્માને માન આપીને રાજીનામું ધર્યું હોવાનું કહ્યું

વડોદરા, 19 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં અસંતોષની આંધી શમવાનું નામ લેતી નથી. ત્યારે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદારે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મોકલ્યું છે. તેમણે અંતર આત્માને માન આપીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. તેમણે સ્થાનિક અસંતોષ હોવાના કારણે રાજીનામું આપ્યા હોવાની વિગત બહાર આવી છે. રંજનબેન ભટ્ટ સામે જ્યોતિ પંડ્યાએ બળવો પોકાર્યા પછી વડોદરા ભાજપની વધુ એક હુંસાતુંસી બહાર આવી છે. લોકસભા ચૂંટણી પહેલા વદોડરાના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

ભાજપ કાર્યકરોની પાર્ટી છે, પરંતુ મારો અવાજ રૂંધાઈ રહ્યો છે: ધારાસભ્ય

ધારાસભ્ય કેતન ઇનામદારના જણાવ્યું મુજબ, લોકસભાની ચૂંટણીને અને તેમના રાજીનામાને કોઈ લેવા દેવા નથી. તેઓ રંજનબેન ભટ્ટને  સપોર્ટ કરી રહ્યા છે. તેઓએ તેમની અંતર આત્માના અવાજને માન આપીને આ રાજીનામું સોંપ્યું હોવાનું જણાવ્યું છે. ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યા મુજબ, ભારતીય જનતા પાર્ટીએ કાર્યકરોની પાર્ટી છે, પરંતુ ક્યાંકને ક્યાંક તેમનો અવાજ ત્યાં રુંધતો હોય તેવું તેમને લાગ્યું છે. જેથી તેઓ ધારાસભ્ય પાસેથી રાજીનામું આપી રહ્યો છું.

અગાઉ પણ કેતન ઈમાનદાર દ્વારા આ રીતે રાજીનામું લખવામાં આવ્યું હતું

ચાર વર્ષ પહેલાં પણ સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જનતાના હિતના કાર્યો તેમની સરકારમાં જ ન થતા હોવાના વિજય રૂપાણી પર ઠીકરા ફોડીને રાજીનામું આપવામાં આવ્યું હતું. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને લખ્યો હતો. જોકે, બાદમાં સમજાવટ અને કામો થવાની બાહેંધરી આપ્યા બાદ કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું હતું.

આ પણ જુઓ: રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના સગા ભાઈ IPS વિવેક સહાયને બંગાળના નવા DGP બનાવાયા

Back to top button