રાજસ્થાનમાં મંગળવારે બપોરે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આઠ દિવસમાં ત્રીજી વખત રાજ્યમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ છે. રાજસ્થાનના ઉદયપુરમાં બપોરે 2.18 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ઉદયપુરનું ઝાડોલ ભૂકંપનું કેન્દ્ર હતું. અહીં જમીનથી 5 કિલોમીટર નીચે આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, આ ઓછી તીવ્રતાનો ભૂકંપ હતો, જે જમીનમાં સ્થાનિક હિલચાલને કારણે હોઈ શકે છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે મોટાભાગના લોકોને આંચકાની જાણ થઈ ન હતી. બીજી તરફ જેઓને આ વાતની જાણ થઈ તેઓ તેમના પરિચિતોને ફોન કરીને જણાવતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : ગિરનાર પર્વત પર પોલીસ તૈનાત થશે, ગુજરાત સરકારે હાઈકોર્ટમાં આપ્યો જવાબ
21 થી 28 માર્ચ વચ્ચે રાજસ્થાનમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 21 માર્ચે રાત્રે 10.17 કલાકે 6.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ઝુંઝુનુ, જોધપુર, શ્રીગંગાનગર, અજમેર, ચુરુ, પુષ્કર સહિત રાજ્યના ઘણા ભાગોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. 26 માર્ચની રાત્રે બીકાનેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીકાનેર, જેસલમેર અને તેની આસપાસના વિસ્તારોમાં બપોરે 2.30 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે.