નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકમાં 5 વાર ભૂકંપ, લોકો ગભરાયા

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વિસ્તારમાં 24 કલાકમાં પાંચ ભૂકંપ આવ્યા છે. તેમની તીવ્રતા બહુ વધારે ન હતી. સૌથી મોટો ભૂકંપ 4.5ની તીવ્રતાનો હતો. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે બપોરે 2.03 વાગ્યે 3.0ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન જિલ્લામાં સપાટીથી 5 કિમી નીચે હતું. લદ્દાખમાં રાત્રે 9.44 વાગ્યાની આસપાસ બીજી વખત ધરતી ધ્રૂજી. લેહથી 271 કિમી ઉત્તરપૂર્વમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 4.5 હતી. 15 મિનિટમાં જ ભારત-ચીન બોર્ડર પર ભૂકંપ આવ્યો હતો. એક પછી એક સતત ધરતી ધ્રુજારીને કારણે લોકો ગભરાઈ ગયા હતા. સારી વાત એ છે કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

4.1ની તીવ્રતાનો ભૂકંપઃ રવિવારે વહેલી સવારે ભારત-ચીન સરહદી વિસ્તારમાં 4.1ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર લદ્દાખમાં લેહથી 295 કિમી ઉત્તરપૂર્વમાં હતું. જમ્મુ-કાશ્મીરના કટરા નજીક પાંચમો અને છેલ્લો ભૂકંપ અનુભવાયો હતો. 4.1ની તીવ્રતાનો ભૂકંપ સવારે 3.50 વાગ્યે કટરાથી 80 કિમી પૂર્વમાં 11 કિમી ઊંડો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કર્યું, ‘4.1ની તીવ્રતાનો ભૂકંપ 18 જૂને સવારે 3.50 વાગ્યે કટરાથી 80 કિલોમીટર પૂર્વમાં 11 કિલોમીટરની ઊંડાઈ સાથે આવ્યો હતો.’

આ પણ વાંચોઃ બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે કચ્છમાં ભૂકંપના આચંકા,લોકોમાં ભયનો માહોલ

Back to top button