ટોપ ન્યૂઝનેશનલ

Earthquake : જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0

Text To Speech

જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 10.10 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા શરૂ થતાં જ લોકો ઘરની બહાર આવી ગયા હતા અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગયા મહિને પણ ઉત્તર ભારતમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે દરેક લોકો ડરી ગયા હતા.

આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપતિએ PM નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, ભારત પાસે માંગી આ મદદ

દેશમાં 2023 ની શરૂઆતથી જ વિવિધ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવયા છે ત્યારે આજે જમ્મુ કસમીરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તીવ્રતા ઓછી હોવાને કારણે હાલ કોઈ જાનહાનિ કે માલહાનિના અહેવાલ મળ્યા નથી. અગાઉ પણ ગત માસમાં ગુજરાત, રાજસ્થાન, અરુણાચલપ્રદેશ, દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવયા હતા.

Back to top button