તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ વિવિધ સ્થાનો પર ભૂકંપના આંચકા લાગી રહ્યા છે. આ વચ્ચે રવિવારે મોડી રાત્રે ગુજરાત અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા લાગ્યા બાદ આજે તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. જો કે સદનસીબે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો : મોડી રાત્રે અમરેલીમાં ફરી ભૂકંપ, 24 કલાકમાં બીજી વાર ધ્રુજી ધરા
આ ઉપરાંત આજે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે મેઘાલયના તુરામાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુરાથી 59 કિમી ઉત્તરે સવારે 6.57 કલાકે આંચકા અનુભવાયા હતા.
મંગળવારે નોંધાયેલા ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આ બીજો ભૂકંપ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર અગાઉ, મંગળવારના વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 2.46 વાગ્યે 25 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો.
આ પણ વાંચો : જાપાનના હોક્કાઇડોમાં ભૂંકપથી હાહાકાર મચી ગયો, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા
4.1 magnitude earthquake hits Afghanistan
Read @ANI Story | https://t.co/WeSf0eneXU#Afghanistan #Earthquake #Kabul pic.twitter.com/a0vRgq3mYR
— ANI Digital (@ani_digital) February 27, 2023
મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મણિપુરના નોની જિલ્લામાં અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી છે. ભૂકંપ લગભગ સવારે 2.46 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 25 કિમી હતી.
Magnitude 3.7 earthquake jolts Meghalaya's Tura, second in less than 5 hours in NE
Read @ANI Story | https://t.co/Od7gpUUCjd#Meghalaya #Tura #Earthquake #NorthEast pic.twitter.com/MbyKXv9ypr
— ANI Digital (@ani_digital) February 28, 2023
આ પહેલા અફઘાનિસ્તાનમાં પણ 4.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અહીં પણ કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ થઈ નથી. જોકે સતત છેલ્લા 48 કલાકમાં ભારત સહિત દેશના વિવિધ સ્થાનો પર 4 થી વધુ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે, જેમાં ક્યાંક તીવ્રતા 4.3 સુધી નોંધાય છે.
Earthquake of Magnitude 4.3 on Richter Scale strikes Tajikistan: National Center for Seismology pic.twitter.com/p9ld0FvMBE
— ANI (@ANI) February 28, 2023
તેમજ 6 ફેબ્રુઆરીના રોજ આવેલા વિનાશકારી ભૂંકપ બાદ વારંવાર તુર્કી-સીરિયાની ધરા ધ્રુજી રહી છે. શનિવારે તુર્કીમાં 5.3 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નિગડા વિસ્તાર હતું. હાલમાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. જો કે વારંવાર ભૂકંપને પગલે હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.