7 લાખ સુધીની કમાણી Tax Free, છતાં પણ કેમ જરૂરી છે ITR ફાઇલ કરવું?
સામાન્ય બજેટમાં નાણાંમંત્રી આરોગ્ય પ્રધાન નિર્મલા સીતારમણે ન્યુ ટેક્સ રિજીમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર લોકોને મોટી રાહત આપી છે. નાણાંમંત્રીએ જણાવ્યુ કે નવી ટેક્સ સ્કીમ હેઠળ 7 લાખ સુધીની કમાણી કરનાર લોકોએ હવે ટેક્સ નહીં ભરવો પડે. પહેલા આ છુટ પાંચ લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર લોકો માટે હતી. આ છુટ છતાં પણ ઇનકમ ટેક્સ રિટર્ન (ITR)ફાઇલ કરવું કેમ જરૂરી હોય છે. તેના ઘણા ફાયદા છે.
જો તમારી વાર્ષિક આવક 7 લાખ રૂપિયા છે તો ન્યુ ટેક્સ રિજીમ સાથે તમે આગળ વધો અને ટેક્સ ફ્રી ઇનકમનો આનંદ લો, પરંતુ ITR ફાઇલ કરવાનું ન ભુલો. જો તમારી ઇનકમ 7 લાખ રૂપિયાથી વધુ છે તો HRAનો લાભ ઉઠાવો. તમે એલઆઇસી, મેડિક્લેમ, પીપીએફ જેવી યોજનાઓમાં રોકાણ કરો છો તો તમારા માટે ઓલ્ડ સ્ટ્રક્ચરમાં આવવુ બહેતર છે. ITR ફાઇલ કરતી વખતે તમારે કોઇ વિકલ્પની પસંદગી કરવી પડશે. નહીંતો 1 એપ્રિલથી ઓટોમેટિક તમે ન્યુ ટેક્સ હેઠળ આવી જશો
જાણો ITR ફાઇલ કરવાનું શા માટે છે જરૂરી?
- વિદેશ યાત્રા પહેલા વીઝા માટે એપ્લાય કરતી વખતે ITR માંગવામાં આવે છે.
- લોન, ખાસ કરીને હોમ લોન માટે તમે એપ્લાય કરો ત્યારે ITRની ડિટેલ્સ માંગવામાં આવે છે. તેનાથી લોન મળવી સરળ થઇ જાય છે.
- ટેક્સ રિફંડ માટે ITR ફાઇલ કરવું જરૂરી છે.
- બિઝનેસ શરૂ કરવા કે કોન્ટ્રાક્ટ મેળવવા માટે પણ ITR જરૂરી છે.
- તે ઇનકમપ્રુફની સાથે સાથે તમારા માટે જરૂરી ડોક્ચુમેન્ટ પણ છે.
આ પણ વાંચોઃ ફ્રિજમાં રાખેલું કયુ ભોજન કેટલા સમય સુધી સુરક્ષિત રહી શકે છે?