વલસાડમાં વહેલી સવારે વાવાઝોડા જેવો માહોલ, વૃક્ષની ડાળી તૂટતાં 4 વીજપોલ ધરાશાયી, વીજળી ગુલ
વલસાડઃ શહેરમાં વહેલી સવારે 4 કલાકે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા RPF ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ઝાડ નીચેથી પસાર થતી વીજ લાઈન ઉપર ડાળી પડતા આજુબાજુના 4 વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા. જેને લઈને વીજ ડુલ થઈ ગઈ હતી. આજુબાજુના વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાતા અંધકાર છવાઈ ગયો હતો.
ધડાકા સાથે વીજ પોલ પડતા RPF ગ્રાઉન્ડની આજુબાજુમાં રેલવે યાર્ડમાં વીજપોલ ધરાશય થયો હોવાની જાણ રેલવે ક્વાર્ટરમાં રહેતા રેલવેના કર્મચારીઓએ વીજ કંપનીની કચેરીએ જાણ કરી હતી. વીજ કંપનીના કર્મચારીઓને જાણ થતા કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંધ પડેલો વીજ પુરવઠો કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
વલસાડ શહેરના સંભાવતી વાવાઝોડાની અસરને લઈને ઝાડની ડાળી રસ્તા ઉપર પડતા રસ્તા ઉપર અવાર જવર બંધ થઈ હતી. વીજ કંપનીના કર્મચારીઓએ રસ્તા ઉપર પડેલી મહાકાય ડાળીને દૂર કરવાની અને વીજ પુરવઠો કાર્યરત કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.