BIG BREAKING: અમદાવાદની હોસ્પિટલમાં ભિષણ આગ, 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
HD ન્યુઝ ડેસ્કઃ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી છે.આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની 30 ગાડી ઘટના સ્થળે હાજર પોંહચી છે. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે હાજર પોંહચી છે. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
500મીટરના રોડ રસ્તા બંધ: બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાથી આગની ઘટના બની હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ બેઝમેન્ટમાં 50 જેટલા વાહનો પણ છે. ધુમાડો દૂર કરવા સમોક વેન્ટીલેશન મશીનની મદદ લેવામાં આવી રહી છે. અમદાવાદમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલ તરફનો 500મીટરના રોડ રસ્તા બંધ કરવામાં આવ્યો છે. આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી ફાયરના જવાના અંદર ગયા હતા, પરંતુ ધુમાડાને કારણે લાંબો સમય અંદર રહી શક્યા નહિ. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડે હોસ્પિટલના પાર્કિગની છત તોડવામાં આવી શકે છે.
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી, મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો, 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા#Ahmedabad #Rajasthanhospital #hospital #firefighters #FireAccident #FireAlarr #patients #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/IWvNtPrwTc
— Hum Dekhenge News (@humdekhengenews) July 30, 2023
આ ઘટનાની જાણ થતા ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. આ સાથે તેમને મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમણે આ માહિતી ટ્વિટ કરી આપી હતી.
અમદાવાદની એક હોસ્પિટલમાં આગ દુર્ધટનાના સમાચાર મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી સાથે વાત કરી અને દુર્ધટનાની જાણકારી લીધી. સ્થાનિક વહીવટીતંત્ર સતત આગ બુઝાવવામાં, દર્દીઓને બચાવવામાં અને રાહત કાર્યમાં તત્પરતા સાથે લાગેલું છે.
— Amit Shah (@AmitShah) July 30, 2023
રોબોની પણ મદદ લેવામાં આવી: તેમજ કર્મચારી અંદર ન જઈ શકતા અને રોબોની પણ મદદ લેવામાં આવી રહી છે. ઓક્સિજન સાધન સાથે કર્મચારીઓ આગ બુજાવવા જહેમત કરી રહ્યા છે. આગ લાગવાની ઘટનામાં દર્દીઓને હાલ કોઈ અસર થઈ નથી.