ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં મતગણતરી શરૂ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સત્તા માટે કસોકસ ખેંચતાણ

Text To Speech
  • સવારે 7 વાગ્યાથી મત ગણતરી કરવાની શરૂઆત કરવામાં આવી
  • અડધા કલાક બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે જંગ જામી
  • દોઢ કલાક બાદ ભાજપ અને કોંગ્રેસની બેઠકો લગભગ સમાન

જયપુર, 3 ડિસેમ્બર:  રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે આવવાના છે. આજે સવારે 7 વાગ્યાથી મત ગણતરી કરવાની શરૂઆત કરવામાં આવી છે. મત ગણતરી શરૂ થયે દોઢ કલાક પૂર્ણ થયો છે. પ્રારંભિક મતગણતરીમાં ભાજપ બહુમતથી આગળ હતી. જ્યારે અડધા કલાક બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે જંગ જામી હતી. દોઢ કલાક બાદ ભાજપ અને કોંગ્રેસની બેઠકો લગભગ સમાન છે. રાજસ્થાનમાં સત્તામાં આવવા માટે 100ના આંકડા સુધી પહોંચવું અનિવાર્ય છે. 100 બેઠકોના આંકડાની નજીક બંને પક્ષો પહોંચી ગયા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટ રાજસ્થાનની ટોંક બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. સરદારપુરાથી સીએમ અશોક ગેહલોત આગળ છે.

હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને અહીં તેની સીધી સ્પર્ધા ભારતીય જનતા પાર્ટી સાથે છે. રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલવાની પરંપરા છે. આ રીતે રાજસ્થાનમાં આ વખતે ભાજપનો વારો છે, પરંતુ સત્તાધારી કોંગ્રેસ આ વખતે વલણ બદલવાનો દાવો કરી રહી છે.

આ વખતે પણ 200ની જગ્યાએ 199 બેઠકો ઉપર મતદાન થયું છે.

રાજસ્થાનમાં આ વખતે 100 બેઠકો જીતનાર પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે. રાજસ્થાનમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને કોંગ્રેસ 99 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, પરંતુ બહુમતીથી 1 બેઠક દૂર રહી હતી અને સરકાર બનાવવા માટે કોંગ્રેસને બસપા સાથે ગઠબંધન અને અપક્ષ ધારાસભ્યો પાસેથી સમર્થન લેવું પડ્યું હતું.

આ પણ વાંચો, તેલંગાણા: મતગણતરીમાં કોંગ્રેસ બહુમત તરફ, BRS 41 સીટથી આગળ

Back to top button