ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં અગાઉ AMTSની 350 બસ ચાલતી, હવે આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • 2010-11 બાદ સતત ખાનગી બસોની સંખ્યા વધી રહી છે
  • વર્ષો પછી શહેરમાં 7 ડબલ ડેકર બસ દોડતી થઈ છે
  • 7 ડબલ ડેકર બસ ખાનગી કોન્ટ્રાક્ટરોને ચલાવવા અપાઈ

અમદાવાદમાં અગાઉ AMTSની 350 બસ ચાલતી હતી જેમાં હવે આંકડો જાણી દંગ રહેશો. કારણ કે ભૂતકાળમાં શહેરમાં AMTSની 350 બસ દોડતી હતી અને હાલ માત્ર 125 બસ દોડે છે. ખાનગીકરણ થયા પછી AMTS માલિકીની બસ આવકમાં ઘટાડો થયો છે. વર્ષો પછી શહેરમાં 7 ડબલ ડેકર બસ દોડતી થઈ છે. તેમાં વધુ 60 ડબલ ડેકર બસ ખરીદાશે.

આ પણ વાંચો: JEEની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ

શહેરમાં ડબલ ડેકર બસો દોડાવવામાં આવી રહી છે

અમદાવાદમાં લાલ બસની ઓળખ ધરાવનાર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લગભગ 30 વર્ષ કરતાં વધુ સમય પછી શહેરમાં ડબલ ડેકર બસો દોડાવવામાં આવી રહી છે. AMTS દ્વારા 7 ડબલ ડેકર બસો ખરીદવામાં આવી છે અને આગામી સમયમાં વધુ 60 ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે. આમ, નજીકના ભવિષ્યમાં વધુ ડબલ ડેકર શહેરના રસ્તાઓ પર દોડતી જોવા મળશે. AMTS દ્વારા ખરીદવામાં આવેલ 7 ડબલ ડેકર બસ ખાનગી કોન્ટ્રાક્ટરોને ચલાવવા અપાઈ છે. ભૂતકાળમાં AMTSની માલિકીની 350 જેટલી બસો દોડાવાતી હતી. જ્યારે હાલ AMTSની માલિકીની 125 બસો છે. મોટાભાગની બસો ખાનગી ઓપરેટરોની છે. AMTSની માલિકીની 125 બસ આદિનાથ બલ્ક કેરિયર, અર્હમ ટ્રાન્સપોર્ટ સહિત ત્રણ ખાનગી કોન્ટ્રાક્ટરોને બસો કોન્ટ્રાક્ટથી દોડાવવા માટે આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 9 દિવસમાં 1549 લોકો બેભાન થયા

2010-11 બાદ સતત ખાનગી બસોની સંખ્યા વધી રહી છે

AMTSનું 2005-06માં ખાનગીકરણ થયું હતું અને 2010-11 બાદ સતત ખાનગી બસોની સંખ્યા વધી રહી છે અને AMTS બસોમાં અને આવકમાં પણ ઘટાડો થયો છે. અગાઉ, AMTSની આવક વાર્ષિક રૂ. 125 કરોડ જેટલી હતી. AMTSની આવક 2020-21માં રૂ.26.61 કરોડ, 2021-22 રૂ. 46.36 કરોડ અને 2022-23માં રૂ. 78.45 કરોડ થઈ છે.

Back to top button