ગુજરાતમાં ઈ-ટ્રાફિક કોર્ટનું નિર્માણ કરાશે, ટ્રાફિક પોલીસના ઈ-ચલણના વિવાદોનો થશે નિકાલ
ઈ-ટ્રાફિક કોર્ટ માટે HCએ નિર્દેશ કર્યો છે કે CS સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવે. તથા ઈ-ટ્રાફિક કોર્ટના નિર્માણમાં અવરોધને હટાવવામાં આવે. તેમજ દેશના 17 રાજ્યોમાં ઈ-ટ્રાફિક કોર્ટ બની ચૂકી છે તેમ અરજદારે જણાવ્યું છે. તેમજ જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે ચીફ સેક્રેટરીને નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કેમિકલ ઉદ્યોગ માટે અલગથી કાયદા બનશે, જાણો કોના પર લાગશે લગામ
ઈ-ટ્રાફિક કોર્ટના નિર્માણથી લોકોને લાભ થશે
ટ્રાફિક પોલીસ ઈ-ચલણનો યોગ્ય રીતે અમલ કરતા નથી, તેથી આ મુદ્દે વર્ચ્યુલ કોર્ટ બનાવવાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે ચીફ સેક્રેટરીને નિર્દેશ આપ્યો છે કે સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવો અને ઈ-ટ્રાફિક કોર્ટના નિર્માણમાં આવતા અવરોધને દૂર કરે. હાઈકોર્ટે કહ્યું છે કે, ઈ-ટ્રાફિક કોર્ટના નિર્માણથી લોકોને લાભ થશે. અધિકારીઓ કારણ વગર ઈ-ટ્રાફિક કોર્ટના નિર્માણમાં અવરોધ ઉભો કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: મૂલ્યાંકન કામગીરીમાં શિક્ષક ન મોકલનારી સ્કૂલની માન્યતા રદ થશે
દેશના 17 રાજ્યોમાં ઈ-ટ્રાફિક કોર્ટની સ્થાપના
સુનાવણી દરમિયાન, સરકારની રજૂઆત હતી કે અમદાવાદ અને રાજકોટમાં ઈ-ટ્રાફિક કોર્ટનો અમલ શરુ થયો છે. જો કે, વડોદરામાં કેટલાક પ્રશ્નો છે, જેના નિરાકરણ માટે પ્રયાસ થઈ રહ્યા છે. અરજદારની રજૂઆત હતી કે દેશના 17 રાજ્યોમાં ઈ-ટ્રાફિક કોર્ટની સ્થાપના થઈ ચુકી છે અને તેનો અમલ શરુ થયો છે. જો કે, રાજ્યમાં હજુ સુધી થયો નથી. ટ્રાફ્કિના નિયમનો ભંગ કરનાર વાહનચાલકોને ટ્રાફ્કિ પોલીસ મોટર વ્હીકલ એક્ટ હેઠળ રુબરુ અથવા તો તેમના ઘરે ઈ-ચલણ આપે છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ કરાતો નથી. ઈ-ચલણનો દંડ છ માસના સમય ગાળામાં ભરાય નહીં તો સંબંધિત ઓથોરિટી પણ તેને સંજ્ઞાન પર લઈ શકતા નથી. જેના લીધે, સરકારી તિજોરીને અંદાજે રુ. 122 કરોડનુ નુકસાન થયું છે. જૂના ઈ-મેમો પર કાર્યવાહી કરી શકાતી નથી. જેથી, આ પ્રશ્નના ઉકેલ માટે વર્ચ્યુલ ટ્રાફિક કોર્ટ બનાવો, ઈ-મેમો ત્યાં ટ્રાંસફર કરો અને નિયમનો ભંગ કરનાર ઓનલાઈન હાજર થાય અને દંડ ભરીને તે મુક્ત થઈ શકે.
આ પણ વાંચો: ગુજરાત: સરકાર સ્ટેમ્પ ડયૂટીના દરમાં કરશે ઘટાડો, જાણો કોને થશે ફાયદો
વાહનચાલક વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે
મહત્વનુ છે કે, વાહનચાલક વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરે, દંડ ભરે નહીં અને પછી દંડ ભેગો થઈને મોટી રકમમાં પરિવર્તિત થાય છે. આ સમયે, ટ્રાફ્કિ પોલીસ તેની પાસે દંડની રકમ માગે તો તે તેની સાથે સંઘર્ષમાં ઉતરે છે. આ પ્રશ્નના ઉકેલ માટે ઈ-ટ્રાફ્કિ કોર્ટની સુવિધા ઉભી કરવાની તજવીજ ચાલી રહી છે. ઈ-ચલણની રિકવરી અંદાજે 43 ટકા જેટલી છે.