ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પોલીસ હવે ગુનાના સ્થળ પરથી ઈ-પંચનામુ સીધું કોર્ટમાં મોકલશે

Text To Speech
  • કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી ઍપ્લિકેશન
  • બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો ઍપ્લિકેશનમાં અપલોડ કરવાની
  • પોલીસ અમલદારોને મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન ડાઉનલોડ કરાશે

ગુજરાત પોલીસ હવે ઓનલાઇન એફઆઇઆર નોંધે છે. જેમાં હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી ઍપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અમલદારોને તેમના મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે.

ઍપ્લિકેશનના આરંભે જ સર્જાયેલી અમુક સમસ્યા ઉકેલાય તેમ પોલીસ ઇચ્છે છે

સાક્ષ્ય નામની આ ઍપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે. જો કે, ઍપ્લિકેશનના આરંભે જ સર્જાયેલી અમુક સમસ્યા ઉકેલાય તેમ પોલીસ ઇચ્છે છે. નવા કાયદા અમલમાં આવ્યા તે સાથે ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન આવી છે તેમાં તપાસનીશ પોલીસ કર્મચારી, અધિકારીએ સાક્ષી, પંચનામું, જડતી કાર્યવાહીની વીડિયોગ્રાફી પોતાના મોબાઇલ ફોનથી કરી આ ઍપ્લિકેશન ઉપર સ્થળ ઉપરથી લાઇવ જ મોકલી આપવાની રહે છે.

બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો ઍપ્લિકેશનમાં અપલોડ કરવાની

તપાસનીશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ ઍપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે. જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી ઍપ્લિકેશનમાં તપાસનીશે અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજિયાત બનાવાયું છે.

આ પણ વાંચો: GASના 9 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય

Back to top button