સી-પ્લેન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે ઈ-રિક્ષા પણ બંધ કરાઈ, 3 માસમાં 30 ઇ – રિક્ષામાં આગ
નર્મદા જિલ્લાના એકતાનાગર કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પિંક રીક્ષાની સર્વિસ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હતી ત્યારે આ સેવા શરુ કર્યાના થોડા સમયમાં તેને બંધ કરી દેવામાં આવી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષાઓની સેવા બંધ
જાણકારી મુજબ એકતાનગર કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી પિંક રીક્ષાની સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. મહતત્વનું છે કે આ સેવા શરુ તઈ ત્યારથી અનેક વખત ઈ-રિક્ષાઓ અને ચાર્જિંગ સ્ટેશનમાં આગની ઘટનાઓ સામે આવી છે જેના કારણે એજન્સીએ ઈ-રિક્ષાઓ બંધ કરી દીધી છે.
ખાનગી એજન્સી KETOને આપ્યો હતો ઈ-રિક્ષાનો કોન્ટ્રક્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી પિંક રીક્ષાની સર્વિસમાં અગાઉ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેથી આ પિંક રિક્ષા હાલમાં એકતાનગરમાં એક જોખમ સ્વરૂપ બનતા તેને બંધ કરવામાં આવી છે. ખાનગી એજન્સી KETOને આ ઈ-રિક્ષાનો કોન્ટ્રક્ટ આપવામાં આવ્યો હતો. જોકે હાલ અહી આવતા પ્રવાસીઓ માટે 43 જેટલી બસો કાર્યરત છે જેથી સહેલાણીઓને કોઈ તકલીફ ન પડે.
3 માસમાં 30 ઇ – રિક્ષામાં આગ
રાજ્યનો સી-પ્લેન બંધ થયા બાદ કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા આવતાં સહેલાણીઓ માટે ઈ-રિક્ષા સેવા શરુ કરવમાં આવી હતી . અહી પ્રવાસીઓ માટે 100 જેટલી ઇ- રિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી જેમાંથી 30થી વધારે આગમાં બળીને ખાખ થઇ ચુકી છે. જેના કારણે આ ઇ- રિક્ષાઓ બંધ કરવામા આવી છે. ત્યારે આ સેવા બંધ થવાને કારણે 100 જેટલી આદિવાસી મહિલાઓ બેકાર થઇ જશે.
આ પણ વાંચો : ઉનાળો શરૂ થવા પહેલાં ફરી આજે વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી