- સરકારી ડોક્યુમેન્ટેશન કોને શું કર્યું તે વિગતો ટ્રેક કરી શકશે
- 2025થી આગામી 5 વર્ષમાં અંદાજિત 100 રોજગારીનું સર્જન
- રૂ. 75 કરોડના રોકાણ સાથે ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમ
ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમ વિકસાવવા ગુજરાત સરકાર અને ખાનગી કંપની વચ્ચે MOU થઈ રહ્યા છે. જેના કારણે ઈ-નોટરી સિસ્ટમ આવવાથી સરકારી ડોક્યુમેન્ટેશન કોને શું કર્યું તે વિગતો ટ્રેક કરી શકશે. આ સાથે જ નોટરીની આવક કે કામમાં કોઈ ફેર પડશે નહીં. ત્યારે આ કામગીરી ફિઝિકલ થઇ રહી છે અને તેમાં ઘણીવાર ખોટું પણ થાય છે.
જેની સાથે જ એફ્ડિેવિટ કરવાની હોય કે પછી ઘરના દસ્તાવેજ કે ભાડા કરાર કરવાના હોય, દરેક લીગલ કામના ડોક્યુમેન્ટેશન માટે નોટરાઇઝેશન કરાવવું જરૂરી છે. જૂની તારીખના ડોક્યુમેન્ટ બનાવવા કે પછી બનેલા ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા સહિતની ઘટનાઓ બનતી હોય છે. હવે આવું ન થાય તે માટે દેશમાં ઈ-નોટરી સિસ્ટમ આવશે જેનો સૌથી પહેલી અમલવારી ગુજરાતમાં કરવામાં આવશે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ દરમિયાન સુરક્ષા માટે પોલીસનો ‘લોખંડી’ બંદોબસ્ત
ઈ-નોટરી સિસ્ટમથી ડોક્યુમેન્ટ નોટરાઇઝેશન માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફેર્મ મળશે અને દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ સ્થાપિત થશે. આ કરાર હેઠળ નેપબુક્સ ગાંધીનગરમાં રૂ. 75 કરોડના રોકાણ સાથે ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ કરશે. આ પ્રોજેક્ટથી 2025થી આગામી 5 વર્ષમાં અંદાજિત 100 રોજગારીનું સર્જન થવાની સંભાવના છે. ભારતમાં આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ (AI) અને બ્લોકચેન ટેક્નોલોજીની મદદથી ઈ-નોટરી સિસ્ટમ ઉભી કરવામાં આવશે.
પ્રસ્તાવિત ઈ-નોટરી સિસ્ટમના ઉદ્દેશો
ભારતમાં ડિજિટલ ટ્રાન્સફેર્મેશન અને પેપરલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા. ડોક્યુમેન્ટ નોટરાઇઝેશન માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફેર્મ પૂરું પાડવામાં આવશે. તેમજ કાર્યક્ષમતા વધારવા અને નોટરાઇઝેશન પ્રક્રિયાઓ માટે જરૂરી સમય ઘટાડવા માટે. દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા. કાનૂની અને નિયમનકારી જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત કરવામાં લાભદાયી રહેશે.