ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

1 જાન્યુઆરીથી E-KYC ફરજિયાત, સિમ કાર્ડ પણ નવા નિયમો મુજબ જ મળશે

Text To Speech
  • નવા સિમ ખરીદવા માટે 1 જાન્યુઆરી, 2024થી નવા નિયમો લાગુ થશે
  • સિમ ખરીદવા માટે E-KYC કરાવવું ફરજિયાત બનશે
  • E-KYCમાં ગ્રાહકોએ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા તેમની વિગતો આપવાની રહેશે

નવી દિલ્હી, 15 ડિસેમ્બર: જો તમે સાદા ફોનનો કે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. 1 જાન્યુઆરી, 2024થી સિમ કાર્ડની ખરીદીને લઈને મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અનુસાર, નવા વર્ષથી નવા સિમ E-KYC દ્વારા જ ફાળવવામાં આવશે.

1 જાન્યુઆરી, 2024થી સંપૂર્ણ પેપર આધારિત KYC બંધ

આ પગલું ઑનલાઈન છેતરપિંડી અને કૌભાંડો અને ડિજિટલાઈઝેશનના વધતા જતા મામલાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યું છે. હવે 1 જાન્યુઆરી, 2024 થી, પેપર આધારિત KYC પ્રક્રિયા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. એટલે કે, જો તમે સિમ કાર્ડ ખરીદવા માટે ID પ્રૂફની હાર્ડ કોપી સાથે રાખો છો, અને તેના દ્વારા સિમ મેળવવા માગો છો તો તમને સિમ નહીં મળે. સિમ મેળવવા માટે તમારે બાયોમેટ્રિક વિગતો આપવી પડશે.

સિમ મેળવવા માટે બાયોમેટ્રિક વિગતો આપવી પડશે

જો તમે 31 ડિસેમ્બર, 2023 પછી સિમ ખરીદશો તો તમારે તમારી બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. નવા વર્ષથી તમામ ટેલિકોમ કંપનીઓ આ નિયમને ફરજીયાતપણે લાગુ કરશે. ટેલિકોમ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને આ જાણકારી આપી છે. નવા નિયમો અનુસાર ગ્રાહકોનું E-KYC ફરજિયાત રહેશે. આ સિવાય નવા મોબાઈલ કનેક્શન માટેના બાકીના નિયમો યથાવત રહેશે. પેપર આધારિત કેવાયસી સમાપ્ત કરવાથી સમય અને કાગળ બંનેની બચત થશે.

છેલ્લા કેટલાક મહિનામાં ઓનલાઈન છેતરપિંડી, સ્પામ અને કૌભાંડના મામલામાં ઝડપથી વધારો થયો છે. લોકોને છેતરપિંડી અને સ્પામથી બચાવવા માટે સરકારે સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ E-KYC દ્વારા બીજા કોઈના આઈડી પર સિમ કાર્ડ ખરીદી શકશે નહીં. સિમ કાર્ડ ખરીદવા માટે નવા નિયમો ટેલિકોમ કંપનીઓ માટે હવે હોલસેલર્સ માટે પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે.

આ પણ વાંચો: ગૂગલ મેપના વપરાશકર્તાઓ માટે કંપનીએ લોન્ચ કર્યું પાવરફુલ ફીચર, જાણો શું છે ?

Back to top button