અમદાવાદમાં ઔડા દ્વારા આ વિસ્તારોમાં પ્લોટનું ફરી ઇ-ઓક્શન કરાશે
- અચાનક ઇ-ઓક્શન રદ કરી દેવાયું હતું
- રિવ્યુ જોયા પછી અન્ય વિસ્તારોના પ્લોટોની હરાજી થશે
- 17-1-24 સુધી ઓફર મંગાવવામાં આવી
અમદાવાદમાં ઔડા દ્વારા બોપલ, ચાંદખેડા તેમજ વેજલપુરના પ્લોટનું ફરી ઇ-ઓક્શન કરાશે. અગાઉ જાહેરાત કરીને અચાનક ઇ-ઓક્શન રદ કરી દેવાયું હતું. ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ અધિકારીઓએ ઓફર સારી છતાં હરાજી રદ કરવી પડી હતી. આ હરાજીનો રિવ્યુ જોયા પછી અન્ય વિસ્તારોના પ્લોટોની હરાજી થશે.
આ પણ વાંચો: ગુજરાતના 14 જિલ્લામાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બન્યા
અચાનક ઇ-ઓક્શન રદ કરી દેવાયું હતું
શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા બોપલ ચાંદખેડા અને વેજલપુરના રેસીડેન્સીયલ-કોમર્શીયલ હેતુના પ્લોટનું ફરી ઇ-ઓક્શન કરાશે. આ પ્લોટના ઇ-ઓક્શન માટે અગાઉ જાહેરાત કરાઇ હતી. પરંતુ અચાનક ઇ-ઓક્શન રદ કરી દેવાયું હતું. ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ અધિકારીઓએ ઓફર સારી છતાં હરાજી રદ કરવી પડી હતી. આ હરાજીનો રિવ્યુ જોયા પછી આગામી ચાલુવર્ષે અન્ય વિસ્તારોના પ્લોટોની હરાજી થશે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલને લિકર પરમિટ ભલામણને મંજૂરી આપી થઇ કરોડો રૂપિયાની આવક
17-1-24 સુધી ઓફર મંગાવવામાં આવી
ઔડાની બોર્ડ બેઠકમાં ફરી ઇ-ઓક્શનનો નિર્ણય કરીને તા. 21-12-23 થી 17-1-24 સુધી ઓફર મંગાવવામાં આવી છે. ઔડાના સીઇઓ ડી.પી.દેસાઇએ કહ્યું કે, અગાઉ ઇ-ઓક્શનનો રદ કરવાનો નિર્ણય બોર્ડમાં કરાયો હતો. પરંતુ આ વખતે પૂરતી ઓફર આવશે. આગામી 24 અને 25મી જાન્યુઆરીના રોજ હરાજી થશે. અંદાજે એક હજાર કરોડથી વધુ રકમ ઊભી થવાનો અંદાજ છે. જે ઔડાના વિકાસ કાર્યોમાં વપરાશે.