અમદાવાદમાં AMC દ્વારા 22 પ્લોટનું ઈ-ઓક્શન કરાશે, જાણો કયા કેટલી કિંમત નક્કી કરાઈ
- ચાંદખેડામાં સૌથી વધુ પાંચ અને બોડકદેવમાં ત્રણ પ્લોટની હરાજી કરાશે
- આ પ્લોટની હરાજીથી મ્યનિ.ની 2,250 કરોડની આવક થવાની ધારણા
- તા.2 એપ્રિલ, 2024ના રોજ રાત્રે 11.59 સુધી ટેન્ડર ભરી શકાશે
અમદાવાદમાં AMC દ્વારા 22 પ્લોટનું ઈ-ઓક્શન કરાશે. જેમાં એપ્રિલમાં ઈ-ઓક્શનમાં અંદાજે 2,250 કરોડની આવક થશે. તેમજ ચાંદખેડામાં સૌથી વધુ પાંચ પ્લોટ, બોડકદેવમાં ત્રણ પ્લોટની મ્યુનિ. હરાજી કરશે. તથા ચો.મી. દીઠ થલતેજમાં સૌથી વધુ 2.75 લાખ, વટવામાં સૌથી ઓછો 40 હજારનો ભાવ છે.
આ પણ વાંચો: જસદણના બાખલવડ ગામ નજીક ભયાનક અકસ્માત, કાર અને બાઈકની ટક્કરમાં મામા અને બે ભાણેજના મૃત્યુ
ચાંદખેડામાં સૌથી વધુ પાંચ અને બોડકદેવમાં ત્રણ પ્લોટની હરાજી કરાશે
નારોલમાં કુલ 22 પ્લોટની ઇ-ઓક્શન મારફતે જાહેર હરાજી કરવાની કવાયત હાથ ધરાઈ છે. AMC દ્વારા બોડકદેવ, ચાંદખેડા, મોટેરા, શીલજ, થલતેજ, મકરબા, વટવા, નિકોલ, મૂઠિયા, ઈસનપુર, વસ્ત્રાલ અને નારોલમાં કુલ 22 પ્લોટની ઇ-ઓક્શન મારફતે જાહેર હરાજી કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ પ્લોટની હરાજીથી મ્યનિ.ની 2,250 કરોડની આવક થવાની ધારણા છે. ચાંદખેડામાં સૌથી વધુ પાંચ અને બોડકદેવમાં ત્રણ પ્લોટની હરાજી કરાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં બોટિંગ, એડવેન્ચર તથા સ્પોર્ટ્સ મુદ્દે સરકાર નવી નીતિ ઘડશે
તા.2 એપ્રિલ, 2024ના રોજ રાત્રે 11.59 સુધી ટેન્ડર ભરી શકાશે
તા. 4, 5, 6, 7 અને 8 એપ્રિલના રોજ નિર્ધારિત કરાયેલી હરાજી માટે થલતેજમાં TP-38માં ઝાયડસ હોસ્પિટલ રોડ પર કોર્પોરેટ ભવન પાસે આવેલા 4,062 ચો.મી.ના પ્લોટની ચો. મી. દીઠ રૂ. 2,75,000ની સૌથી વધુ કિંમત નક્કી કરાઈ છે. બોડકદેવમાં TP-50માં આવેલા 4,658 ચો.મી.ના પ્લોટની ચો.મી. દીઠ રૂ. 2,70,000ની કિંમત નક્કી કરાઈ છે. જ્યારે વટવામાં TP-84માં 6,558 ચો.મી.ના પ્લોટની ચો.મી. દીઠ રૂ. 40,000ની સૌથી ઓછી કિંમત નક્કી કરાઈ છે. AMC દ્વારા ઈ- ઓક્શન મારફતે હરાજી માટે પ્રસિદ્ધ કરાયેલી 22 પ્લોટની યાદીમાં ચાંદખેડા વિસ્તારમાં કોમર્શિયલ હેતુ માટેના 66,168 ચો.મી.ના ક્ષેત્રફળ ધરાવતો સૌથી મોટો પ્લોટ છે. જ્યારે નારોલમાં સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો કોમર્શિયલ હેતુ માટેનો પ્લોટનો એરિયા 970 ચો.મી. છે. AMC દ્વારા આગામી મહિને 22 પ્લોટોની હરાજી માટે તા.2 એપ્રિલ, 2024ના રોજ રાત્રે 11.59 સુધી ટેન્ડર ભરી શકાશે.