રીલ બનાવવા માટે પોલીસ એસ્કોર્ટ સાથે ખુલ્લી જીપમાં નીકળ્યો DyCMનો દીકરો, જૂઓ વીડિયો
- ટ્રાફિક નિયમોનો ભંગ કરતા બનેલા આ વીડિયોએ VVIP પ્રોટોકોલના દુરુપયોગ પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે
જયપુર, 27 સપ્ટેમ્બર: રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાના દીકરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડેપ્યુટી સીએમના દીકરો આશુ બૈરવા ટશનમાં ખુલ્લી હૂડવાળી જીપ ચલાવીને રીલ બનાવતો જોવા મળે છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, પોલીસ એસ્કોર્ટની ગાડીઓ તેની આગળ અને પાછળ દોડી રહી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા બનેલા આ વીડિયોએ VVIP પ્રોટોકોલના દુરુપયોગ પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
જીપમાં આશુ બૈરવા સાથે અન્ય ત્રણ યુવકો પણ છે, જેમાંથી એકનું નામ કાર્તિકેય ભારદ્વાજ હોવાનું કહેવાય છે. કાર્તિકેય કોંગ્રેસના નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજના દીકરો છે, જેમણે હાલના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સામે સાંગાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે, રાજકારણીઓના આ પુત્રોને મોજ-મસ્તી માટે પોલીસ એસ્કોર્ટ કેમ મળ્યો તે સમજની બહાર છે.
જુઓ અહીં આ વિડિયો
डिप्टी CM का बेटा बना रहा रील, एस्कॉर्ट कर रही पुलिस
राजस्थान के डिप्टी सीएम प्रेमचंद बैरवा और सांगानेर विधानसभा से कांग्रेस के टिकट पर चुनाव लड़ चुके पुष्पेंद्र भारद्वाज के बेटे कार्तिकेय भारद्वाज का एक वीडियो सोशल मीडिया पर जमकर वायरल हो रहा है। pic.twitter.com/0wnLPA8JUH
— Indrajeet Gurjar 🇮🇳 (@IndrajitGurjar) September 26, 2024
ડેપ્યુટી CM પ્રેમચંદ બૈરવા પાસે ટ્રાન્સપોર્ટ વિભાગનો હવાલો પણ છે, પરંતુ તેમનો જ પુત્ર બેફામ વાહન ચલાવીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યો છે. વાયરલ વીડિયોમાં ચાર છોકરાઓ ખુલ્લી જીપમાં સવાર છે, જેઓ વરસાદની મોસમમાં ભીંજાઈને મજા લેતા જોવા મળે છે. તેમની પાછળ પોલીસની કાર દોડી રહી છે, જે ક્યારેક જીપની આગળ તો ક્યારેક તેની પાછળ દોડતી જોવા મળે છે. જોકે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે સ્પષ્ટ નથી.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, જીપ ચલાવનાર યુવક નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાનો પુત્ર છે અને બીજી તરફ કોંગ્રેસ નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજનો પુત્ર બેઠો છે. ડેપ્યુટી CMના પુત્ર જે કાર ચલાવી રહ્યા છે તે કોંગ્રેસના નેતાના પુત્રની છે. આ વીડિયો કોંગ્રેસ નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર કાર્તિકેય ભારદ્વાજના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યો છે, જેની ટેગલાઈન છે ‘રાજકારણ હોય કે રોડ, અમે દરેક જગ્યાએ અમારી યુક્તિઓ રમીએ છીએ’.
આ પણ જૂઓ: અયોધ્યાની કોકા-કોલા ફેક્ટરીમાં હિન્દુ કર્મચારીઓને રક્ષાસૂત્ર કાપવાની ફરજ પડી, જૂઓ વીડિયો