વિશ્વ જળમગ્ન શહેર દિવસ પર દ્વારકાનો વિશ્વને અનોખી રીતે કરાવાશે પરિચય
- શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરપિંછ આકારનો લોગો રચાશે
- હ્યુમન ફ્લોટિંગ લોગો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે
- સ્કૂબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો યોજાશે
આજે 21 ડિસેમ્બર, 2024ના રોજ ‘વિશ્વ જળમગ્ન શહેર’ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે જળમગ્ન દ્વારકા નગરીમાં એક ભવ્ય આયોજન થયુ છે.
હ્યુમન ફ્લોટિંગ લોગો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે
જય દ્વારકા અભિયાન હેઠળ દ્વારકાના પંચકુઈ બીચ નજીક જે જગ્યાએ સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે, ત્યાં બીચની નજીક અરબી સમુદ્રની અંદર સ્કૂબા ડાઇવર્સની ટીમ દ્વારા હ્યુમન ફ્લોટિંગ લોગો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ આયોજનમાં વિશ્વભરમાં ડૂબી ગયેલા શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરપિંછ આકારનો લોગો રચાશે.
સ્કૂબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો યોજાશે
જય દ્વારકા અભિયાન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્કૂબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો યોજાવા જઇ રહ્યાં છે. તેમજ મેગા ઇવેન્ટમાં સમુદ્રમાં સ્કૂબા ડાઇવર્સની ટીમ દ્વારા ગોળાકાર આકારનો કુલ 7 ભાગોમાં વહેંચાયેલા શ્રી કૃષ્ણના પ્રતીક સમા મોરપીંછ આકારનો ફ્લોટિંગ લોગો બનાવાશે. આ સાથે જ દરિયાકાંઠે 70 જેટલાં નર્તકો દ્વારા શ્રી કૃષ્ણભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત પણ કરવામાં આવશે. આ સિવાય દ્વારકામાં વિશેષ આયોજન કરાયું છે.