ગુજરાત

દ્વારકા LCBએ 5.87 લાખનો દારૂ ઝડપ્યો, 4 સામે ગુનો નોંધી કાર્યવાહી

Text To Speech

દ્વારકાઃ બુટલેગરો ઉપર તવાઇ બોલાવી દારૂની રેલમ છેલમ અટકાવવા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની ટીમે સપાટો બોલાવ્યો છે. ગઇકાલે ખંભાળિયાની સ્થાનિક પોલીસે દારૂનો મોટો જથ્થો પકડી પાડયા બાદ દ્વારકા એલસીબીની ટીમે પણ ભાણવડ તાલુકાના નવાગામ તથા ખંભાળિયા તાલુકાના કેશોદ ગામેથી 1200થી વધુ દારૂની બોટલો ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. દ્વારકા એલસીબીએ રૂા.5,87,810ની કિંમતની 1208 નંગ દારૂની બોટલ સાથે 2 શખ્સોને ઝડપી લઇ કુલ 4 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજક ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં દિલિપસંગ મહોબતસંગ કેરે પોતાની વાડીએ દારૂનો જથ્થો સંતાળી રાખી હેરફેર કરવાની પેરવીમાં હોવાની એલસીબીના એએસઆઇ સજુભા હમીરજી જાડેજા તથા હેકો. જેશલસિંહ ગુલાબસિંહ જાડેજા અને સહદેવસિંહ નાથુભા જાડેજાને મળેલ બાતમીના આધારે રેઇડ કરતાં ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે દિલિપસંગ મહોબતસંગ કેરને રૂા.2,90,210ની કિંમતની 464 નંગ દારૂની બોટલના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં જામજોધપુરના પ્રફુલ પટેલના કહવા મુજબ યુનુસ રાવકરડા આ દારૂનો જથ્થો આપી ગયો હોવાનું જણાવતાં એલસીબીએ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન ઉપરોકત હકીકતના આધારે એલસીબી સ્ટાફ દ્વારા યુનુસ સુલેમાન રાવકરડાને શોધી તેની પુછપરછ હાથધરી તેને સાથે રાખી ભાણવડ તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં આવેલા ભરતભાઇ વાધેલાના ફાર્મ હાઉસે રેઇડ કરતાં યુનુસ રાવકરડાને રૂા.2,97,600ની કિંમતની 744 નંગ દારૂની બોટલના જથ્થા સાથે ઝડપી લઇ ભાણવડ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બે આરોપીને ધરપકડ કરી ભરત વાધેલા તથા પ્રફુલ પટેલની શોધખોળ હાથ ધરી હતી.

Back to top button