ગુજરાતટોપ ન્યૂઝ

દ્વારકા: દ્વારકાધીશ મંદિરના શિખરની જર્જરિત સ્થિતિ, તંત્ર બેદરકાર

  • દ્વારકાધીશ મંદિર જમીનની સપાટીથી 150 ફૂટ ઉંચુ મુખ્ય શિખર છે
  • મંદિરના તમામ વિભાગોના રીપેરીંગ કરવા ટેન્ડર પણ બહાર પાડવામા આવ્યુ
  • રાજય અને કેન્દ્રના આર્કોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામગીરી

દ્વારકામા દ્વારકાધીશ મંદિરના શિખરની જર્જરિત સ્થિતિ છે. દ્વારકામા ત્રૈલોકયસુંદર મંદિરની હજારો વર્ષથી અડીખમ સ્થાપિત છે તેવા આ મંદિરના જીર્ણોધ્ધાર માટે રાજય અને કેન્દ્રના આર્કોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામગીરી ચાલે છે. અત્યારે સાત માળના મંદિર શિખરના મોટાભાગના પિલરો, કમાનો, ફલોરીંગ સહિતના ભાગોના જોઈન્ટસ ખુલ્લા થઈ જતા એકબીજા સાથે જોડાયેલા પથ્થરોમાં તિરાડો જોવા મળી રહી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ફર્ઝી વેબ સિરીઝ જોઇ નકલી ચલણીનોટ છાપનારના રિમાન્ડ મંજૂર

મંદિરના તમામ વિભાગોના રીપેરીંગ કરવા ટેન્ડર પણ બહાર પાડવામા આવ્યુ

મંદિરના તમામ વિભાગોના રીપેરીંગ કરવા ટેન્ડર પણ બહાર પાડવામા આવ્યુ હતુ પરંતુ કોઈપણ કારણોસર આ ટેન્ડરના વર્ક ઓર્ડર, ટેન્ડર ભરવામા આવ્યા છતા કામગીરી શરૂ થઈ શકી નથી. મંદિરના સ્ટ્રકચરની જર્જરિત સ્થિતિ અતિ ગંભીર પ્રકારની છે. મંદિરના પ્રથમ મજલે બિરાજમાન શકિત માતાજીના સ્થાપનથી લઈને સાત માળ સુધીનાદરેક મજલે અતિ ગંભીર રીતે શિખરના લેન્ટલ લેવલ, ધ્વજાજી ચઢાવવા માટેની સીડીના પથ્થરો અને અનેક વિસ્તારમા મોટા ગાબડા પથ્થરોના જોઈન્ટ ખુલ્લી જવાથી પડી ગયા છે. જોઈન્ટ ખુલ્લી જવાથી ગર્ભગૃહમા દર્શનાર્થીઓ પર જર્જરિત દિવાલોના પોપડા અને ધુળની રજકણો પડતી જોવા મળે છે.

આ પણ વાંચો: ડિજિટલ માધ્યમથી ગુજરાત દેખાડી રહ્યું છે પોતાનો સાંસ્કૃતિક વારસો

દ્વારકાધીશ મંદિર જમીનની સપાટીથી 150 ફૂટ ઉંચુ મુખ્ય શિખર છે

ગોમતી નદીના ઉતરે સમૂદ્રની સપાટીથી 70 ફૂટની ઉંચાઈએ દ્વારકાધીશ મંદિર જમીનની સપાટીથી 150 ફૂટ ઉંચુ મુખ્ય શિખર આવેલુ છે. જેની સુવર્ણકળશ સુધીની ઉંચાઈ 126 ફૂટ સુધીની હોવાનું કહેવાય છે. એક જ શિલામાંથી કોતરેલા 72 સ્તંભો ઉપર આ મંદિર ઉભુ છે. મંદિર ઉપરના ધ્વજા સ્તભ 25 ફૂટનો છે અને પચરંગી ધ્વજા ફરકાવવામાં આવે છે. સૌરાષ્ટ્રના આર્કોલોજી વિભાગ હસ્તકના મંદિરોની જાળવણી અને રીપેરીંગ માટે ત્રણેક વર્ષ પહેલા રાજકોટમા આર્કોલોજી ઓફ ઈન્ડિયાની સર્કલ ઓફિસ પણ શરૂ કરાઈ છે, પણ આ કચેરી દ્વારા મંદિર શિખરની જર્જરિત હાલત અંગે કોઈ ઠોસ કાર્યવાહી કરાઈ હોઈ તેવુ જણાયુ નથી.

Back to top button