ગુજરાતટોપ ન્યૂઝ

દરિયાની 300 ફૂટ નીચે સબમરીનમાંથી દ્વારકા જોવા મળશે, જાણો ક્યારથી થશે અલૌકિક દર્શન

  • હારિત શુક્લાના અથાગ પ્રયાયોથી પ્રવાસન વિભાગને વેગ મળ્યો
  • સબમરીનમાં એક સાથે 30 લોકો બેસી શકશે
  • સબમરીનમાં 2 ડાઇવર્સ અને એક ગાઇડ હશે

હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન હવે સરળ થવા જઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારકા દર્શન માટે અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન દોડાવવાની તૈયારી કરી રહી છે. સબમરીનનું વજન લગભગ 35 ટન હશે. તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે. જેમાં 2 ડાઇવર્સ અને એક ગાઇડ હશે.

હારિત શુક્લાના અથાગ પ્રયાયોથી પ્રવાસન વિભાગને વેગ મળ્યો

રાજ્યના પ્રવાસન વિભાગના મુખ્ય સચિવ હારિત શુક્લાના અથાગ પ્રયાયોથી પ્રવાસન વિભાગને વેગ મળ્યો છે. ગુજરાતના પ્રવાસન સ્થળોમાં ઝડપી વિકાસ કર્યો છે. તથા ગાંધીનગર પ્રવાસન વિભાગના એમડી સૌરભ પારધીએ પણ ગુજરાતના પ્રવાસ સ્થળો પર ધ્યાન આપી હારિત શુક્લાના સહયોગથી વિકાસ કાર્યા કર્યા છે.

આ સ્વદેશી સબમરીનનું સંચાલન મઝગાંવ ડોક દ્વારા જ કરવામાં આવશે

આ સ્વદેશી સબમરીનનું સંચાલન મઝગાંવ ડોક દ્વારા જ કરવામાં આવશે. આ જન્માષ્ટમી અથવા દિવાળીથી શરૂ થશે. સબમરીન સમુદ્રમાં 300 ફૂટ નીચે જશે. આ રોમાંચક પ્રવાસમાં 2 થી 2.5 કલાકનો સમય લાગશે. ભાડું મોંઘું થશે, પરંતુ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તેમાં સબસિડી જેવી છૂટ આપી શકે છે. રાજ્ય સરકારે ભારત સરકારની કંપની મઝાગાંવ ડોક શિપયાર્ડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં આની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર, અંબાલાલ પટેલની કરી આ આગાહી 

જાણો સબમરીનની વિશેષતા:

– 35 ટન વજનની સબમરીન વાતાનુકૂલિત હશે. 30 લોકો બેસશે. તેમાં મેડિકલ કીટ પણ હશે.
– બે હરોળમાં 24 મુસાફરો બેસશે. બે સબમરીનર્સ, 2 ડાઈવર્સ, એક ગાઈડ અને એક ટેકનિશિયન હશે.
– દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે, જેથી 300 ફૂટની ઉંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતા સરળતાથી જોઈ શકાય.
– ઓપરેટિંગ એજન્સી મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપશે. તેમનું ભાડું ટિકિટમાં સામેલ કરવામાં આવશે.
– કુદરતી પ્રકાશની વ્યવસ્થા હશે. કોમ્યુનિકેશન સિસ્ટમ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે. સબમરીનમાં બેસીને પણ તમે ફ્રન્ટ સ્ક્રીન પર આંતરિક હિલચાલ, પ્રાણીઓ વગેરે જોઈ અને રેકોર્ડ કરી શકશો.

આ પણ વાંચો: ગુજરાત: પૂર્વ સાંસદને વડાપ્રધાન મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી 

દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ

કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને વધારવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ અને દ્વારકા કોરિડોર આ પ્રોજેક્ટના મહત્વપૂર્ણ ભાગો છે. દ્વારકા (બેટ દ્વારકા)ની મુલાકાત લેવા માટે દ્વારકા કોરિડોર હેઠળ સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. અરબી સમુદ્રમાં સૌથી મોટો કેબલ બ્રિજ બેટ દ્વારકામાં જ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમી આસપાસ શરૂ થશે. આ પુલ દરિયામાં ડૂબી ગયેલી દ્વારકાની પરિક્રમાનો અહેસાસ કરાવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાએ રફતાર પકડી, જાણો કેટલા કેસ આવ્યા 

શિવરાજપુર બીચ ખાનગી એજન્સીને સોંપવાની તૈયારી

ગુજરાત સરકાર હવે બ્લુ ફ્લેગનો દરજ્જો પ્રાપ્ત કરનાર શિવરાજપુર બીચના વિકાસ અને સંચાલનની જવાબદારી ખાનગી કંપનીને આપવા જઈ રહી છે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન આ સંદર્ભે એમઓયુ થઈ શકે છે. તેને દેશનો સૌથી અદભૂત બીચ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

 

સિગ્નેચર બ્રિજ 90% તૈયાર, ઇકો ટુરિઝમ, ડોલ્ફિન વ્યુઇંગ ગેલેરી

દેવભૂમિ કોરિડોર હેઠળ બેટ દ્વારકા ટાપુને વિશ્વના નકશા પર લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સૌથી મોટું આકર્ષણ સિગ્નેચર બ્રિજ છે. 900 કરોડ રૂપિયામાં બનેલો આ 2320 મીટર લાંબો ચાર લેન બ્રિજ ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ છે. તે 90% તૈયાર છે. આ પ્રોજેક્ટમાં 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ નાગેશ્વર મંદિર અને હનુમાનજી અને તેમના પુત્રના મકરધ્વજ મંદિરનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.

Back to top button