ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં ટ્રાફિક પોલીસ કર્મીઓની ફરજનો સમય બદલાયો, જાણો શું છે કારણ

Text To Speech
  • ટ્રાફિક પોલીસ સવારે 7 થી બપોરે 1 દરમિયાન અને સાંજે 5 થી રાતે 12 સુધી ડયુટી કરશે
  • હવે થોડા દિવસ માટે ટ્રાફિક પોલીસના જવાનો બે પાર્ટમાં ફરજ બજાવશે
  • બપોરના 1.30 થી 4.30 સુધી ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક પોઈન્ટ પર હાજર નહિ રહે

રાજકોટમાં ટ્રાફિક પોલીસ કર્મીઓની ફરજનો સમય બદલાયો છે. જેમાં ટ્રાફિક પોલીસ સવારે 7 થી બપોરે 1 સુધી ડ્યુટી કરશે. તેમજ ટ્રાફિક પોલીસ સાંજે 5 થી રાતે 12 સુધી ડ્યુટી કરશે. જેમાં બપોરે 1.30 થી 4.30 સુધી પોઈન્ટ પર હાજર રહેશે નહીં. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે હીટવેવની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાત ATSની તપાસમાં થયો મોટો ખુલાસો, દેશમાં ISનું સ્લીપર સેલ એક્ટિવ!

હવે થોડા દિવસ માટે ટ્રાફિક પોલીસના જવાનો બે પાર્ટમાં ફરજ બજાવશે

હીટવેવને લઈને નગરજનોને સાવચેત રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે. ત્યારે, રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારીઓના ફરજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટમાં વધતી ગરમીના કારણે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ કર્મીઓના ફરજમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ હવે થોડા દિવસ માટે ટ્રાફિક પોલીસના જવાનો બે પાર્ટમાં ફરજ બજાવશે.

ટ્રાફિક પોલીસ સવારે 7 થી બપોરે 1 દરમિયાન અને સાંજે 5 થી રાતે 12 સુધી ડયુટી કરશે

ટ્રાફિક પોલીસ સવારે 7 થી બપોરે 1 દરમિયાન અને સાંજે 5 થી રાતે 12 સુધી ડયુટી કરશે. તેમજ બપોરના 1.30 થી 4.30 સુધી ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક પોઈન્ટ પર હાજર નહિ રહે.રાજકોટ પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટ શહેર સહિત જિલ્લાના મહત્વના અને અગત્યના ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ જીપ દ્વારા પેટ્રોલિંગ કરવાનું ચાલુ રાખશે. તો, ગરમીને ધ્યાનમાં રાખીને ફરજ દરમિયાન પોલીસ કર્મીઓ ગોગ્લસ અને કેપ પણ પહેરી શકશે.

Back to top button