ધર્મ

દશેરા: રાવણ દહન અને શમીના પાનનું મહત્વ!

Text To Speech

એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય ‘વિજય’ નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે. વિજ્યાદશમીના પૌરાણિક મહત્વ મુજબ શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવુ જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે.

અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામે દશમીના દિવસે અધર્મી રાવણને હણ્યો હતો. એટલું જ નહીં આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના દાનવનો વધ કરીને તેના આતંકથી દેવોને મુક્ત કર્યા હતાં. ભગવાન રામે નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કર્યુ હતુ, અને આજના દિવસે રાવણને માર્યો હતો. આ સંદર્ભે પણ આ દિવસ વિજ્યા-દશમી રૂપે મનાવાય છે. રાવણ કે જેના દસ માથા હતા. પરિણામે આ દિવસને દશેરા એટલેકે દશ માથાવાળાના પ્રાણ હરણના દિવસ રૂપે મનાવાય છે.

અસત્યની સત્ય પર જીત

અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામે દશમીના દિવસે અધર્મી રાવણને હણ્યો હતો. એટલું જ નહીં આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના દાનવનો વધ કરીને તેના આતંકથી દેવોને મુક્ત કર્યા હતાં. નવરાત્રિના નવ દિવસ બાદ 10મો દિવસ નવ શક્તિઓના વિજયના ઉત્સવ તરીકે વિજયા દશમી રૂપે ઉજવાય છે.

માં દુર્ગાનું મહત્વ 

આ બાજુ આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો પણ સંહાર કર્યો હતો. આથી આ પર્વને વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે અને માતા દુર્ગાની પૂજા કરાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામે પણ માતા દુર્ગાની પૂજા કરીને શક્તિનું આહ્વાન કર્યું હતું. ભગવાન શ્રી રામની પરીક્ષા લેતા પૂજામાં રાખવામાં આવેલા કમળના ફૂલોમાંથી એક ફૂલ ગાયબ કરી દેવાયું હતું. જેથી કરીને શ્રી રામને રાજીવનયન એટલેકે કમળના નેત્રોવાળા કહેવાતા હતાં. આથી તેમણે પોતાનું એક નેત્ર માતાને અર્પણ કરવાનો નિર્ણય લીધો. જેવા તેઓ પોતાના નેત્ર કાઢવા લાગ્યાં કે દેવી પ્રસન્ન થઈને તેમની સમક્ષ પ્રગટ થયા અને વિજયી ભવના આશીર્વાદ આપ્યાં.

રામલીલા- humdekhengenews

રામલીલાલા અને રાવણ દહન 

મરાઠા રત્ન શિવાજીએ પણ ઔરંગઝેબની વિરુધ્ધ આજના દિવસે પ્રસ્થાન કરી હિંદુ ધર્મનુ રક્ષણ કર્યુ હતુ. ભારતના ઈતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે, જેમાં હિંદુ રાજાઓએ આજના દિવસે વિજય-પ્રસ્થાન કર્યુ હતુ. આજના દિવસે લોકો પોતાનુ નવુ કામ શરૂ કરે છે. શસ્ત્રોની પુજા કરે છે. પ્રાચીનકાળમાં રાજા આ દિવસે વિજયની પ્રાર્થના કરી રણ-યાત્રા માટે પ્રસ્થાન કરતા હતા. આ દિવસે જુદી-જુદી જગ્યાએ મેળાઓ થાય છે. રામલીલાનુ આયોજન કરવામાં આવે છે. રાવણનુ વિશાળ પુતળુ બનાવી તેનુ દહન કરવામાં આવે છે.

શમીના પાન- humdekhengenews

વિજ્યાદશમીએ શમીના પાનનુ મહત્વ

એક પૌરાણિક કથા મુજબ એક રાજાએ પોતાના રાજ્યમાં એક મંદિર બનાવડાવ્યુ અને એ મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરવા માટે એક બ્રાહ્મણને બોલાવ્યો. પ્રાણ-પ્રતિષ્ઠા કરી ભગવાનની સ્થાપના કર્યા બાદ રાજાએ બ્રાહ્મણને પુછ્યુ, હે બ્રાહ્મણ તમને દક્ષિણા રુપે શું જોઈએ? બ્રાહ્મણે કહ્યુ, મને લાખ સુવર્ણ મુદ્રા જોઈએ. બ્રાહ્મણની વાત સાંભળી રાજાને ઘણી ચિંતા થઈ. કારણકે રાજા પાસે આપવા માટે આટલી સુવર્ણ મુદ્રા ન્હોતી. પરંતુ બ્રાહ્મણને તેની દક્ષિણા આપવી પણ જુરૂરી હતુ. પરિણામે રાજાએ બ્રાહ્મણને તે દિવસે વિદા કર્યા નહિ. તેમને રાજ્યમાં જ રાત રોકાવા કહ્યુ.

શમીના પાન

રાજા બ્રાહ્મણની દક્ષિણાને લઈ ખુબ ચિંતામાં હતો. આ અંગે વિચારતા વિચારતા તેની આંખ લાગી ગઈ. ઉંધમાં તેણે એક સ્વપ્ન જોયુ. જેમાં ભગવાન પ્રગટ થઈ બોલ્યા,અત્યારે જ ઉઠ અને બને તેટલા શમીના પાન ઘરે લઈ આવ. તારી સમસ્યાનુ સમાધાન થઈ જશે. રાજા અચાનક ઉઠી ગયો, તેને સ્વપ્ન પર વધુ વિશ્વાસ તો ન થયો. પરંતુ તો પણ તેણે વિચાર્યુ કે, શમીના પાન લાવવામાં શું ખોટુ છે. રાત્રે જ જઈ તે ઘણા બધા શમીના પાન લઈ આવ્યો રાજા સવારમાં ઉઠ્યો અને તેણે જોયુ કે, શમીના બધા જ પાન સોનાના પાન બની ગયા છે. તેજ દિવસે વિજ્યા-દશમી હતી. ત્યારથી જ એ માન્યતા થઈ ગઈ છે કે, વિજ્યા-દશમીની રાત્રે શમીના પાન ઘરે લાવવાથી ઘરમાં સોનાનુ આગમન થાય છે.

Back to top button