ટોપ ન્યૂઝનેશનલ

દેશભરમાં દશેરાની ઉજવણી, ઠેર-ઠેર રાવણ દહન

Text To Speech

દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃતસર અને પટનામાં રાવણનું દહન કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં પણ રાવણ દહન

દિલ્હીના લાલ કિલ્લાના મેદાન અને રામલીલા મેદાનમાં રાવણનું દહન કરવામાં આવ્યું છે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર રામ લીલા મેદાન ખાતે દશેરાની ઉજવણીમાં સામેલ થયા હતા.

હરિયાણામાં રાવણ દહન દરમિયાન દુર્ઘટના ટળી

હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. જ્યાં લોકો પર રાવણનો પૂતળો પડ્યો હતો. કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે.

લુધિયાણામાં રાવણ દહન

પંજાબના લુધિયાણાના દારાસી ગ્રાઉન્ડમાં દશેરાના અવસર પર રાવણ દહન કરવામાં આવ્યું હતું.

અમૃતસરમાં પણ રાવણ દહન

પંજાબના અમૃતસરમાં દશેરાના અવસર પર રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

દહેરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં રાવણ દહન

ઉત્તરાખંડમાં દશેરાના અવસર પર દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં રાવણનું દહન કરવામાં આવ્યું હતું.

લેહમાં રાવણનું દહન કરાયું

લદ્દાખના લેહના પોલો ગ્રાઉન્ડમાં દશેરાના અવસર પર રાવણનું દહન કરવામાં આવ્યું હતું.

પટનામાં રાવણ દહન

બિહારના પટનામાં દશેરાના અવસર પર રાવણનું દહન કરવામાં આવ્યું છે.

Back to top button