ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કેનેડાના પાર્લામેન્ટ હિલમાં પ્રથમ વખત HPGA દ્વારા દશેરાની કરાઈ ઉજવણી

Text To Speech
  • કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય એ કર્યું આયોજન
  • હિમાચલના સીએમ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા

ઓટાવા: ભારતીય પ્રવાસીઓએ પ્રથમ વખત કેનેડામાં સંસદ હિલ ખાતે હિમાચલ પ્રદેશના પ્રખ્યાત કુલ્લુ દશેરાની ઉજવણી કરી. અસત્ય પર સત્યની જીતને ચિહ્નિત કરવા માટે કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય દ્વારા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને હિમાચલ પ્રવાસી ગ્લોબલ એસોસિએશન (HPGA) દ્વારા સમર્થન અપાયું હતું.

આ અવસરે હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સૂખુએ રવિવારે અન્ય ઉપસ્થિત લોકો સાથે વીડિયો સંદેશ દ્વારા કેનેડામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ રોકાણકારો અને કેનેડિયોને હિમાચલ પ્રદેશમાં વ્યવસાય અને પર્યટન માટે આવવા આમંત્રણ આપ્યું હતું. કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય વર્મા અને 25 ભારતીય-કેનેડિયન પ્રવાસી સંગઠન સહિત અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

‘હિમાચલી નાટી’ નૃત્ય રજૂ કરવામાં આવ્યું

HPGAના સભ્યો દ્વારા પરંપરાગત નૃત્ય ‘હિમાચલી નાટી’ સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રામાયણનું પરંપરાગત પ્રદર્શન રામલીલાનું મંચન કરવામાં આવ્યું હતું. તહેવારના પ્રમુખ દેવતા ભગવાન રઘુનાથને શ્રદ્ધાંજલિ આપવા માટે દેવતાઓની મૂર્તિઓ વહન કરતી રંગીન શણગારેલી પાલખી પ્રદર્શિત કરવામાં આવી હતી. ભોજન દરમિયાન શ્રોતાઓને ‘ધામ’ પીરસવામાં આવ્યું હતું. ‘ધામ’ એ હિમાચલી સંસ્કૃતિમાં લગ્ન અથવા ધાર્મિક દિવસોના પ્રસંગે પીરસવામાં આવતું મધ્યાહન ભોજન છે. રાંધેલા ચોખા અને મગની દાળ ‘ધામ’માં પીરસવામાં આવે છે.

મૂળ હિમાચલના લોકોએ કાર્યક્રમના આયોજન માટે સાંસદ આર્યનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે હિમાચલમાં વિશ્વ પ્રસિદ્ધ કુલ્લુ દશેરા તહેવાર 17મી સદીમાં શરૂ થયો હોવાનું માનવામાં આવે છે. જ્યારે શાસક રાજા જગત સિંહે એક શ્રાપ દૂર કરવા અને વિજયા પર તેમના આશીર્વાદ મેળવવા માટે કુલ્લુ મંદિરમાં ભગવાન રઘુનાથની મૂર્તિ સ્થાપિત કરી હતી.

આ પણ વાંચો: હર્ષ સંઘવીએ વિજયાદશમી નિમિતે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે કર્યું શસ્ત્ર પૂજન

Back to top button