મતદાન દરમિયાન કોઈ નેતાએ ડાન્સ કર્યો તો કોઈએ ગાડાંમાં મુસાફરી કરી, જાણો મજાના કિસ્સા
- આજે 7 માંથી 1 તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે
- રાજસ્થાનમાં અનોખી રીતે મતદાનની અપીલ
- કોઈએ બળદગાડાં સવારીથી, તો કોઈએ વોટની જાનથી કરી અપીલ
રાજસ્થાન, 19એપ્રિલ: આજ રોજ 7 ચરણમાંથી પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે રાજસ્થાનમાં મતદાન કરવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઘણા અવનવા પ્રયોગ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેના અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે. 7 ચરણમાં યોજાનારી આ ચુંટણીમાં પ્રથમ તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે કોઈ લોકો મતદાન કરવા પહોંચે તે માટે નેતાઓ, સામાજીક કાર્યકરો અને લગ્નની સિઝનમાં પરણેલા વરરાજાઓ પણ મતદાન કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જેના કિસ્સા રજુ કર્યા છે તો જાણો,
કિસ્સો-1 ગમે તે રિતે જાઓ પણ મતદાન જરુર કરો
રાજસ્થાનના ઝુંઝુનુના પિલાનીમાં ડો. મધુસુદને બળદગાડામાં બેસીને મતદાન કરવા પહોંચ્યા હતા. લક્ઝરી ગાડી છોડીને બળદગાડાંમાં સવાર થઈને મતદાન કરવા પહોંચતા ડો. મધુસુદનને આ વિશે પુછાતાં તેમણે કહ્યું હતું કે, ‘ગમ તે રીતે જાવ પણ મતદાન જરુરથી કરો.’ રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદારોને મતદાનની અપીલ કરવા માટે રાજસ્થાનમાં ઝુંઝનુંના પિલાનીમાં યુવા સમાજસેવ ડો. મધુસુદન માલાનીએ લોકોમાં જાગૃતિમાટે અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યા હતા. માલાનીએ કહ્યું કે પોતાની ગાડીથી પણ હું મતદાન કરવા જઈ શકતો હતો, પણ દરેક વિષમ પરિસ્થિતિયોમાં આપણે મતદાન કરવાનું છે. બસ આ જ મેસેજ આપવા માટે મે બળદગાડામાં સવારી કરી હતી જેથી સૌ કોઈ મતદાનનું મહત્ત્વ સમજી શકે. માલાનીના આ પગલાંએ લોકોએ ખાસ્સી ચર્ચા જગાવી છે. તેઓ ઘણીવાર એક સામાન્ય બનીને સમાજને શંદેશ આપતા હોય છે.
કિસ્સો-2 વરરાજાએ સમજાવ્યું વોટનું મહત્ત્વ
ઝુંઝનુંના સૂરજગઢ વિસ્તારમાં બ્રાહ્મણ સભા ભવનમાં બુથ પર વરરાજા પોતાની રાણી સાથે વોટ કરવા પહોંચ્યા હતા. સૂરજગઢ વિસ્તારના રહેવાસી અજય કુમાવતના મતદાનની આગલી રાતે બુડાના ગામે જાન લઈને સોનમ સાથે પરણવા ગયા હતા. રાતે ફેરા ફરીને પરણ્યા પછી વરરાજા કુમાવતે પોતાની દુલ્હન સાથે સવારે મંદિરે દર્શન ના કરીને પહેલા મતદાન કરવા પહોંચ્યા હતા. પોતાનો વોટ આપીને વરરાજાએ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે આજે મહાપર્વ છે. જેમ લગ્નમાં હાથો પર મહેંદીનું મહત્ત્વ હોય છે તેમ આપણા વોટનું પણ મહત્ત્વ છે.
કિસ્સો -3 વોટની જાન નીકાળીને કરી મતદાનની અપીલ
રાજસ્થાનમાં દૌસા લોકસભા સીટ પર ભાજપે કનૈયાલાલ મીણાને મેદાનમાંં ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસ ધારાસભ્ય મુરારીલાલ મીણાના મેદાને ઉતાર્યા હતા. આથી આ બેઠક પર મીણા વર્સિસ મીણાનો જંગ જામ્યો છે. ત્યારે ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડો.કિરોડીલાલ મીણાએ આજે મતદાનના દિવસે દૌસાના જેરા ગામમાં પહોંચીને મહિલાઓ સાથે ડાન્સ કર્યો હતો. અને લોકોમાં જાગૃતિ આવે તે માટે વોટની જાન પણ નીકાળી હતી. જેથી વધારેમાં વધારે લોકો મતદાન કરી શકે.
આ પણ વાંચો: અઢી ફૂટ કદના અઝીમ મન્સૂરીએ બેગમ બુસરા સાથે આપ્યો વોટ, સરકાર પાસે કરી આ માંગ