ટેસ્ટ મેચ દરમિયાન ખાલિસ્તાનીઓની ધમકી મુદ્દે મોટો ખુલાસો, આટલા સિમબોક્સ એક્ટિવ હતા
અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન ખાલિસ્તાનીઓએ ધમકી આપી હતી. જેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાતા એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. જેમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકીના મેસેજ મોકલવા માટે દેશમાં 100થી વધુ સિમબોક્સ સક્રિય હોવાનું સામે આવ્યું છે.
100થી વધુ સીમબોક્સ એક્ટિવ હોવાનુ ખૂલ્યું
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ગુજરાતીઓને ધમકી મળવા મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે . ત્યારે ખાલીસ્તાની દ્વારા ધમકી મુદ્દે બીજો નવો ખુલાસો થયો છે. ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ દરમિયાન જે સિમબોક્સથી ધમકી અપાઈ હતી. તે બંને સિમ બોક્સના ઓપરેટરની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમા ધમકીના મેસેજ મોકલવા દેશમાં 100થી વધુ સિમબોક્સ એક્ટિવ હોવાનુ ખૂલ્યુ છે.
આતંકી સંગઠનો ખાલિસ્તાની સમર્થકોને ટ્રેનિંગ આપતા
ખાલીસ્તાની દ્વારા ધમકી મુદ્દે સિમબોક્સને લઈને કેટલીક વિગતો સામે આવી છે. ‘વારીસ પંજાબ દે’નો વડો અમૃતપાલ દુબઈથી ફરી ભારત પરત ત્યારથી આ સિમબોક્સ સક્રિય થયા હતા. ખાલિસ્તાનીઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ધમકી ભર્યા કોલ કરીને ભયનો માહોલ બનાવતા હતા. અને આતંકી સંગઠન દ્વારા દુબઈમાં ખાલિસ્તાની સમર્થકોને સિમ બોક્સ ઓપરેટની ટ્રેનિંગ તેને લગતો તમામ સામાન પુરો પાડતા હતા. અને આ સિમબોક્સના સિમ માટે ઓસ્ટ્રિયાની ટેલિકોમ કંપની ખાલિસ્તાનીને મદદ કરતી હતી.
આ આતંકીઓ સીમબોક્સનું નેટવર્ક ચલાવતા હતા
દુબઈથી આતંકી ગુરપતવંતસિંઘ પન્નુ અને અમૃતપાલ દ્વારા આ સિમબોક્સનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. તેમજ અમૃતપાલનું ISI સાથે ક્નેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સિમબોક્સનું નેટવર્કને લઈને અનેક ખુલાસા થયા છે. અને હાલ ક્રાઈમ બ્રાન્ચ આ અંગેવધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : આજથી પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ, સિક્યોરિટી ગાર્ડ રહેશે તૈનાત, ભૂલથી પણ તકરાર કરી તો…