ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર લગાવ્યા આરોપ, કહ્યું કે…

Text To Speech
  • સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM પર આરોપ લગાવતાં કહ્યું કે, ‘વડાપ્રધાન ક્યારેક- ક્યારેક સંસદમાં આવે છે અને ઈવેંટ બનાવીને જતા રહે છે.

સંસદનું વિશેષ સત્ર આજે 18 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. સત્રની શરૂઆત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું અને ત્યારબાદ જૂની સંસદમાં ભાષણ આપ્યું હતું. સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર મજબૂત વિપક્ષને કમજોર કરવા ED અને CBIનો ઉપયોગ કરે છે.

તેમણે કહ્યું કે જો ભાજપ કોઈપણ નેતાને પાર્ટીમાં સામેલ કરવા માંગે છે તો તેને વોશિંગ મશીનમાં નાખીને સાફ કરીને તેમને કાયમી રાખી લે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે વડાપ્રધાન ક્યારેક-ક્યારેક સંસદમાં આવે છે અને કોઈ કાર્યક્રમનું આયોજન કરીને નીકળી જાય છે.

મણિપુર કેમ નથી જતા PM- મલ્લિકાર્જુન ખડગે

ખડગેએ કહ્યું, મણિપુરમાં હિંસા હજુ ફેલાઈ રહી છે, મણિપુર સળગી રહ્યું છે. ત્યાં 3 મેથી રમખાણો થઈ રહ્યા છે. હિંસાના લીધે લોકોની હત્યાઓ થઈ રહી છે, ઘરો સળગાવવામાં આવી રહ્યા છે. આ અંગે ચર્ચા થવી જોઈએ અને પીએમએ આ અંગે નિવેદન આપવું જોઈએ.” તેમણે પૂછ્યું કે તેઓ (પીએમ મોદી) દેશના ખૂણે-ખૂણે જાય છે, પરંતુ તેઓ મણિપુર કેમ નથી જતા?

‘પીએમ મોદી 9 વર્ષમાં માત્ર બે વાર બોલ્યા’

તેમણે ગૃહમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમના કાર્યકાળ દરમિયાન કુલ 21 વખત નિવેદનો આપ્યા હતા. તેમજ મનમોહન સિંહે 30 વખત નિવેદનો આપ્યા હતા, પરંતુ વર્તમાન વડાપ્રધાનના રૂઢિગત નિવેદનને બાજુ પર રાખીને તેઓ 9 વર્ષમાં માત્ર બે વાર જ બોલ્યા છે.

આમ અનેક મુદ્દાઓને લઈને વિપક્ષે સંસદના વિશેષ સત્ર દરમિયાન ચાલુ સરકાર પર પ્રહારો કર્યાં છે.

આ પણ વાંચો: ઈન્ડી ગઠબંધનને જ નીતિશકુમાર ઉપર વિશ્વાસ નથીઃ ચિરાગ પાસવાન

Back to top button