- આવતીકાલથી શિવભક્તિનો મહાઉત્સવ એવો પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ
- યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી
- નિશુલ્ક ભોજનાલયની કેપેસિટીનો વિસ્તાર કરવામાં આવ્યો
સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ઘરેબેઠા રૂ.21માં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકાશે. આવતીકાલ 17 ઓગસ્ટથી શ્રાવણની શરૂઆત થશે. જેમાં શ્રી સોમનાથ મંદિર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઊઠશે. દેશ વિદેશના લાખો ભવિકોનો મહાસાગર છલકાશે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધાને લઈ વિશેષ તૈયારીઓ કરાઇ છે.
આ પણ વાંચો: 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો અને પરિવારે HCમાં અરજી કરી
આવતીકાલ 17 ઓગસ્ટથી શિવભક્તિનો મહાઉત્સવ એવો પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ
આવતીકાલ 17 ઓગસ્ટથી શિવભક્તિનો મહાઉત્સવ એવો પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોચવાના છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓને ઉત્તમ દર્શન અનુભવ પૂરો પાડવા માટે કટિબદ્ધ હોવાનું મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: બનાસકાંઠાના દિયોદરમાં લાફાકાંડનો વિવાદ થતા કિસાન નેતા રાકેશ ટિકેત ગાંધીનગર આવશે
યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી
યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. રહેવા જમવાની સુવિધાઓથી લઈ દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારો અનુસાર અલગ-અલગ શણગાર કરવામાં આવશે. શંખ સર્કલથી સોમનાથ તરફનો માર્ગ વન-વે જાહેર કરાયો. શ્રાવણમાસ દરમ્યાન ટ્રસ્ટની યજ્ઞશાળામાં મહામૃંત્યુંજય યજ્ઞમાં નજીવી ન્યોછાવર રાશિથી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાંથી એપ્રિલથી અત્યાર સુધી 81 પેકેટ ચરસ મળ્યું
નિશુલ્ક ભોજનાલયની કેપેસિટીનો વિસ્તાર કરવામાં આવ્યો
તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા માત્ર રૂપિયા 21માં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકશે. જેનો પ્રસાદ ભકતોને પોસ્ટ મારફત ઘરે બેઠા પહોંચાડવામાં આવશે. ભારે માત્રામાં યાત્રીઓ ઉમટવાનો અંદાજ હોય વધુ માત્રામાં પ્રસાદી અને પૂજાવિધિ કાઉન્ટર ઊભા કરાયા છે. ઉત્કૃષ્ટ પૂજન અનુભવ માટે સંકીર્તન ભવન ખાતે વિશેષ માળખું ઊભું કરવામાં આવ્યું છે. યાત્રીઓને સુવિધા માટે નિશુલ્ક ભોજનાલયની કેપેસિટીનો વિસ્તાર કરવામાં આવ્યો છે.