ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : સામાન્ય વરસાદમાં મેદાનમાં પાણી ભરાતાં ડીસાની સરકારી કચેરીઓમાં જવા અરજદારો ને હાલાકી

Text To Speech
  • પાણીના નિકાલના અભાવે અરજદારોને ભારે હાલાકી

બનાસકાંઠા 05 ઓગસ્ટ 2024 : ડીસામાં સામાન્ય વરસાદમાં જ સરકારી કચેરીઓમાં જવાના માર્ગમાં જ વરસાદી પાણી ભરાઈ જતા કામકાજ અર્થે આવતા અરજદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ડીસામાં સામાન્ય વરસાદમાં પણ મોટા ભાગની સરકારી કચેરીઓમાં જવા માટેના માર્ગમાં પાણી ભરાઈ જવા પામે છે. જેમાં મધ્યમાં આવેલી માલમલદાર કચેરીમાં સીટી સર્વે, તાલુકા પંચાયત, જન સેવા કેન્દ્ર, સબ જેલ, પાણી પુરવઠા, સરકાંરી પુસ્તકાલય, આંગણવાડી ઓફિસ સહિત કેટલીય કચેરીઓ આવેલી છે જોકે આ તમામ કચેરીમાં જવા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાંથી પસાર થવું પડે છે પરંતુ આ ગ્રાઉન્ડમાં જ વરસાદી પાણી ભરેલું હોઈ અરજદારોને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. વળી આ ગ્રાઉન્ડના તમામ સરકારી કચેરીનું વાહન પાર્કિંગ પણ હોઇ સ્થિતિ વિકટ બની છે. વરસાદી પાણીની આ સમસ્યા બાબતે અનેક વાર રજુઆત થવા છતાં આજ દિન સુધી આ વરસાદી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે અરજદારો પણ આ વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ આવે તેમજ વહીવટી તંત્ર આ પાણીનો નિકાલ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

રજૂઆતો છતાં પાણીનો નિકાલ કરાતો નથી

આ બાબતે અરજદાર પ્રશાંત માળીએ જણાવ્યું હતું કે પાણી ભરાવાની આ સમસ્યા વર્ષોથી દર ચોમાસામાં થાય છે. આ બાબતે અવાર નવાર તંત્રનું ધ્યાન દોર્યું તેમ છતાં આ વરસાદી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી.જેના કારણે તાલુકા ભરના અરજદારો હેરાન પરેશાન થાય છે.

આ પણ વાંચો :  બનાસકાંઠા : શ્રાવણ માસના પ્રારંભે જ ડીસામાં માસ મટનની દુકાનો પર કાર્યવાહી

Back to top button