હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન ગાંધીનગર એસ.ટી. ડેપોએ આટલા લાખની કમાણી કરી !
હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે સામાન્ય નાગરિકને મુસાફરી કરવામાં સરળતા મળી શકે તે માટે ગાંધીનગર એસ ટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેનો મુસાફરોએ પણ ખૂબ લાભ લીધો હતો. તે અંતર્ગત સાત દિવસ સુધી વિવિધ રૃટ ઉપર બસનું સંચાલન કરાયું હતું. જેનો હજારો મુસાફરોએ લાભ લીધો હતો. તો બીજી તરફ ઓનલાઇન ટિકિટની સાથે સાથે બસમાં ટિકિટ બુકિંગમાં પણ સાત દિવસ સુધી મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. ગાંધીનગર ડેપો દ્વારા આ દિવસો દરમિયાન 192 ટ્રીપ દોડાવવામાં આવી હતી.
આ પણ વાંચો : અંબાજી મંદિર બાદ હવે પાવાગઢમાં શ્રીફળના પ્રસાદને લઈને વિવાદ
ડેપો દ્વારા જ્યારે તહેવારોના સમયે વિવિધ રૃટ ઉપર નવી ટ્રીપ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે તેમાં મુસાફરો અવરજવર કરતાં હોય છે અને ઉત્સાહભેર તેનો લાભ લઈને પોતાની સીટ બુક કરાવતા હોય છે. ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા હોળી ધુળેટીના પર્વને ધ્યાને રાખી વધારાની બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વસવાટ કરતા હજારો લોકોને વતન તરફ તેમજ ધાર્મિક સહિત અન્ય સ્થળોની મુલાકાતે અવરજવરમાં સાનુકૂળતા મળી શકે તે પ્રકારે સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ધુળેટીના પર્વના 7 દિવસ દરમિયાન ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસ વિવિધ રૃટ ઉપર દોડાવવામાં આવી હતી. સૌથી વધુ દાહોદ અને ગોધરા સહિત અન્ય રૃટ ઉપર આ દિવસો દરમિયાન એક્સ્ટ્રા બસોએ અવરજવર કરી હતી. તો ઓનલાઇન ટિકિટની સાથે સાથે બસમાં ટિકિટ બુકિંગ કરાવવામાં પણ ભારે ધસારો જોવા મળ્યો હતો. આમ આ સુવિધાનો લાભ લઈને સાત દિવસ દરમિયાન ગાંધીનગરના અનેક મુસાફરોએ ટિકિટ બુક કરાવીને મુસાફરી કરી હતી. જેના પગલે ગાંધીનગર ડેપોને રૃપિયા 9.84 લાખ આવક થઈ છે. જેથી મુસાફરોને પણ અવરજવરમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે પ્રકારે વ્યવસ્થા હાથ ધરીને બસનું સંચાલન ધુળેટી પર્વમાં ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવ્યું હતું. આ દિવસો દરમિયાન 192 ટ્રીપ અલગ અલગ રૃટ ઉપર દોડાવવામાં આવી હતી. તો બીજી તરફ રજાઓ તેમજ તહેવારના દિવસોમાં નાગરિકો પણ ઉત્સાહભેર ડેપો દ્વારા આપવામાં આવતી આ સુવિધાનો ઉત્સાહભેર લાભ લઇ રહ્યા છે.