પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં માત્ર રૂ.10માં બસમાં જવાશે, જાણો તમારા નજીકનું સ્ટેન્ડ
અમદાવાદમાં SP રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને પ્રમુખનગરમાં શહેરીજનો, સ્વયંસેવકો અને હરિભક્તોને અવર જવર કરવામાં સરળતા અને સગવડતા પૂરી પાડવા AMTS દ્વારા 250 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો પ્રમુખનગર સુધી પહોંચી શકે તે માટે બોપલના વકીલ બ્રિજથી AMTSમાં લોકો જઈ શકે તેના માટે સ્પેશિયલ 20થી વધુ બસો મુકવામાં આવશે. માત્ર 10 રૂપિયા જેટલું નજીવું ભાડું તેના માટે રાખવામાં આવ્યું છે. શહેરના વિવિધ સ્થળેથી પ્રમુખનગર સુધી લોકોને લાવવા લઇ જવા નજીવા ભાડાથી બસો મુકવામાં આવી છે.
આ પણ વાંચો: પ્રમુખ સ્વામી મારા માટે પિતાતુલ્ય સમાન: PM મોદી
સ્વંયસેવકોને પ્રતિ દિવસ 32 બસો દ્વારા પીકઅપ સુવિધા આપવામાં આવી
સવારે 5.30થી 8 વાગ્યા સુધી તથા રાત્રે 8 થી રાત્રીના 11 વાગ્યા સુધી જુદી જુદી જગ્યાઓ ઉપર શિવાન્તા, અવધ હાઈલેન્ડ, ગણેશ એલીગ્નસ, બેરી ક્રિસ્ટલ, વિવાન્તા, શ્રી રાધા માધવ (ભાડજ), સિલ્વર સ્પ્રિંગ, કેપટાઉન (બોપલ), શાયોના સર્વોપરી (PR), વત્તાન્તા, શાયોના આગમન, આદિત્ય ઓરાઈના (મહિલા), પ્રમુખની કેતન (ચાણકયપુરી / ગોતા), વશિકા શાયપ્રમ, ડાયમંડ સ્કાય, સચીહાઈટસ (અડાલજ) કુલ 21,717 સ્વયંસેવકોને પ્રતિ દિવસ 15 બસો દ્વારા પીકઅપ એન્ડ ડ્રોપીંગની સુવિધા આપવામાં આવી છે. સવારે 11.30થી વેન્યુ, શાંતીનીકેત, સાયસીટી, સુરતી હાઈટસ, આતીપ્સ-10(વૈષ્ણવદેવી) કુલ 7,067 સ્વંયસેવકોને પ્રતિ દિવસ 32 બસો દ્વારા પીકઅપ સુવિધા આપવામાં આવી છે.
આ પણ વાંચો: PM મોદીએ પ્રમુખ સ્વામી નગરનું ઉદ્વાટન કરી આશીર્વાદ લીધા
પ્રમુખ સ્વામીનગર ખાતે આવવા-જવા માટે વ્યવસ્થા કરાઇ
શહેરના લાલદરવાજા, વાડજ, વાસણા, સારંગપુર, વગેરે વિસ્તારો અને કાલુપુર, સાબરમતી, મણિનગર રેલવે સ્ટેશન તેમજ ગીતામંદિર, રાણીપ, કૃષ્ણનગર, ઝાંસીની રાણીથી પ્રમુખ સ્વામીનગર ખાતે આવવા-જવા માટે જરૂરીયાત મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.