ગુજરાતધર્મ

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

Text To Speech

નવરાત્રી દરમિયાન બનાસકાંઠાના અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમા બદલાવ કરવામાં આવ્યો છે. આથી સૌ માઈ ભક્તોએ હવે દર્શને જતા પેહલા સમય મર્યાદા જોવાની રહશે. આધ્યાશક્તિ માં અંબાની (Amba in Adhyashakti) આરાધનાના પર્વ નવરાત્રી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નવરાત્રી દરમિયાન જગવિખ્યાત અંબાજી મંદિરમાં દર્શન કરવા લાખો શ્રદ્ધાળુંઓ ઉમટી પડતા હોય છે. ત્યારે હવે આવનાર નવરાત્રીના પર્વમાં મંદિર પરીસર ખાતે થતી આરતી તેમજ દર્શન સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. આગામી એકમથી આરતી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી કરવામાં આવશે.

ભક્તોની ભીડને ધ્યાને લઇને મંદિરમાં આરતીનો સમય બદલાયો:

નવરાત્રીમાં શક્તિ આરાધનાને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન બનાસકાંઠામાં આવેલા માં અંબાજીના મંદિરમાં નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીના દર્શન કરતા હોય છે ત્યારે ભક્તોની ભીડને ધ્યાને લઇને મંદિરમાં આરતીના સમયમાં અને દર્શન સમયમાં ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખી બદલાવ કરાયો છે.

મંદિર તંત્રનો મોટો નિર્ણય:

લોકોને મુશ્કેલી ન પડે તે માટે મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો છે. એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી અને સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી કરી શકાશે. વધુમાં બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તો આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે.

આ પણ વાંચોગૌશાળા પાંજરાપોળોને સહાય ના ચૂકવતા બનાસકાંઠા સજ્જડ બંધ

માં અંબાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર :

એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી આરતી થશે
સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે
દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી કરી શકાશે
બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે
સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે
બપોરે 12.00 વાગ્યે માં અંબાને રાજભોગ ધરાવાશે
આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ થશે
આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે
આસો સુદ આઠમને સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે
આસો સુદ દશમને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે
આસો સુદ પૂનમને સવારે 6 વાગ્યે થશે આરતી

Back to top button