ટોપ ન્યૂઝનેશનલ

PM મોદી આજે કેદારનાથ-બદ્રીનાથના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથના પ્રવાસે છે. ત્યારે પીએમના આગમનને લઈને કેદારનાથ મંદિર પરિસરને દસ ક્વિન્ટલથી વધુ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પીએમ મોદી ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન  કેદારધામ અને બદ્રીનાથ માં પહોંચી વિવિધ વિકાસના કર્યોની સમીક્ષા કરશે. આ પ્રવાસમાં વડાપ્રધાન ઉત્તરાખંડને રૂ.3400 કરોડ રૂપિયાનો કનેક્ટિવિટી પ્રોજેક્ટ આપશે.

PM MODI- HUMDEKHENEGE NEWS
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લગભગ 8.30 વાગ્યે કેદારનાથ મંદિર પહોંચ્યા

કેદારનાથમાં રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ

આ દરમિયાન તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લગભગ 8.30 વાગ્યે કેદારનાથ મંદિર પહોંચશે અને ત્યાં પૂજા કરશે. આ પછી તેઓ લગભગ 9 વાગ્યે કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જે બાદ આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની મુલાકાત લેશે અને લગભગ 9:25 વાગ્યે વડા પ્રધાન મંદાકિની અસ્થાપથ અને સરસ્વતી અસ્થાપથ સાથે વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.

દારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય પૂજારી ગંગા ધાર લિંગે કહ્યું કે જ્યાં પીએમ મોદી અને સીએમ પુષ્કર સિંહ ધામી પૂજા કરશે અને બાબા કેદારનાથના દર્શન કરશે. તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે પીએમ મોદી ગર્ભગૃહમાં પંચામૃત સાથે મહાભિષેક કરશે. પૂજારી ગંગા ધાર લિંગે જણાવ્યું કે પીએમ મોદીના આગમન પર કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પીએમ મોદીની કેદારનાથધામની આ છઠ્ઠી મુલાકાત છે.

બદ્રીનાથ રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની સમીક્ષા

જે બાદ પીએમ બદ્રીનાથ પહોંચશે, જ્યાં તેઓ લગભગ 11:30 વાગ્યે બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. બપોરે 12 વાગ્યે, તેઓ રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે, ત્યારબાદ 12:30 વાગ્યે માના ગામમાં રોડ અને રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પછી, બપોરે 2 વાગ્યે, તેઓ આગમન પ્લાઝા અને તળાવોના વિકાસના કામોની પ્રગતિની સમીક્ષા કરશે. જે બાદ બદ્રીનાથમાં રાત્રિ રોકાણ કરશે.

આ પણ વાંચો; કેદારનાથ – બદ્રીનાથને PM મોદી કાલે આપશે રૂ.3400 કરોડની આ વિકાસ ભેંટ

Back to top button