ઉત્તર ગુજરાત

ડીસામાં ગટરના કામ દરમ્યાન માટી ઘસી પડતા ત્રણ મજૂરો દટાયા : એકનું મોત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે આવેલા રાજપુર -શેરગંજ વિસ્તારમાં ગટરના કામકાજ દરમિયાન માટી ઘસી પડતા ત્રણ મજૂરો દટાઈ ગયા હતા. જેમાં એક મજૂરનો આબાદ બચાવ થયો હતો અને એક મજૂર ઇજાગ્રસ્ત જ્યારે એક મજૂરનું મોત થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ડીસામાં ગટરના કામ દરમ્યાન માટી ઘસી પડતા ત્રણ મજૂરો દટાયા : એકનું મોત- humdekhengenews

આ પણ વાંચો : ભારત વિકાસ પરિષદ, સુરત મેઈન મહિલા વિંગ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન…

ડીસા તાલુકાના રાજપુર પાસે શેરગંજ ગાયકવાડ વિસ્તારમાં ગટરનું કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક માટી ઘસી પડતા મજૂરી કામ કરી રહેલા ત્રણ મજૂરો દટાઈ ગયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકો તુરંત દોડી આવ્યા હતા અને માટીને હટાવી મજૂરોને બહાર કાઢ્યા હતા. જેમાં એક મજૂર પિરાભાઈ ઉર્ફે દિનેશભાઇ ઠાકોરનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મજૂરનો આબાદ બચાવ થયો હતો. આ સિવાય અન્ય એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે ડીસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button