ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમરનાથ યાત્રા દરમિયાન એક શ્રદ્ધાળુ 300 ફૂટ નીચે પડી જતા મોત, જુઓ VIDEO

Text To Speech
  • અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું
  • મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું
  • મૃતક કાલીમાતા પાસે ફસાઈ ગયા બાદ 300 ફૂટ નીચે પડી ગયા

અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં 135 કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં 13,600 ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં દર્શન કરવા શ્રદ્વાળુંઓ દૂર-દૂરથી આવતા હોય છે. ત્યારે આ અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું
પ્રાપ્ત વિગતો અનુસાર અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું છે. પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મધરાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું છે. મૃતક કાલીમાતા પાસે ફસાઈ ગયા બાદ 300 ફૂટ નીચે પડી ગયા હતા. જે અંગે જાણ થતા બચાવ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

તીર્થયાત્રીને પર્વત બચાવ ટીમ અને સેના દ્વારા બચાવી લેવાયો
મહત્વનું છે કે,તીર્થયાત્રીને પર્વત બચાવ ટીમ અને સેના દ્વારા સંયુક્ત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. જે બાદ મૃતકના પરિજનો અંગે તપાસ કરતા મૃતકની ઓળખ વિજય કુમાર શાહ તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ તે બિહારના રોહતાસ જિલ્લાના તુમ્બા ગામનો રહેવાસી હતા. આ તરફ ઘટનાને લઈ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, મૃતક કાલીમાતા પાસે ફસાઈ ગયા બાદ 300 ફૂટ નીચે પડી ગયા હતા.

આ પણ વાંચો : અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઘસારો,અત્યારસુધી 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કરતા ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Back to top button