ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

સુરત AIMIMના વડા ઓવૈસીની સભામાં મોદીના નામના લાગ્યા નારા

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધી તેંજ બની છે. ત્યારે રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓ પણ તેમના પ્રચાર-પ્રસારની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે કેટલાંક નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે હાલમાં જ AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીની સભા દરમિયાન સ્થાનિક લોકોએ સુરતમાં તેમનો વિરોધ કરી હોબાળો મચાવ્યો છે.

ઓવૈસીની સભા દરમિયાન મોદીના નામના નારા લાગ્યા

સુરતના રુદરપુરા ખાડી વિસ્તારમાં જનસભાને સંબોધિત AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીની સભા દરમિયાન કેટલાક મુસ્લિમ યુવકોએ મોદી જિંદાબાદના નારા લગાવ્યા હતા. તેમજ ઓવૈસીનું ભાષણ શરૂ થાય તે પહેલા જ આ યુવકોએ મોદીના નામના નારા લગાવી ઓવૈસીને કાળા ઝંડાઓ દેખાડ્યા હતા.

સુરતના રુદરપુર ખાડી વિસ્તારમાં આ ઘટના સામે આવી હતી. જો કે સમર્થકોએ ત્યાર બાદ આ યુવકોને દુર હટાવી દીધા હતા. પરંતુ થોડા સમય માટે ગરમા ગરમીનું વાતાવરણ સર્જાયું હતું. જો કે સ્થાનિક લોકોનો વિરોધ જોવા મળતાં ક્યાંક ને ક્યાંક ઓવૈસી માટે ગુજરાતમાં ચૂંટણી મુશ્કેલ બની રહેશે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: બોટાદની 2 સીટ પરનું શું છે રાજકીય ગણિત? BJP પોતાની બેઠક જાળવી શકશે?

સુરતમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરવા આવ્યા હતા ઓવૈસી

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓવૈસી 159 નંબરની સુરત પૂર્વ વિધાનસભાના પોતાના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા માટે સુરત આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત વિધાનસભા પ્રચારમાં અનેક નેતાઓને કડવા મીઠા અનુભવ થતા હોય છે. આમાં એક કિસ્સો વધ્યો હતો.

Back to top button