આસામમાં 11 લાખ સિક્કા દ્વારા દુર્ગા માતાનો પંડાલ શણગારાયો
આસામમાં એક દુર્ગા પૂજા પંડાલને અનોખી રીતે સજાવવામાં આવ્યો છે. આ પંડાલને સિક્કાઓથી શણગારવામાં આવ્યો છે. જેના કારણે આ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પંડાલ આસામના દુર્ગા પૂજા સંઘ દ્વારા તૈયાર કરાયો છે. જેમાં એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીને સુંદર પૂજા પંડાલ બનાવાયો છે. જેમાં 11 લાખ રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં પ્રથમ વખત નાગાંવમાં શનિ મંદિર દુર્ગા પૂજા સંઘે સિક્કાઓનો ઉપયોગ કરીને દુર્ગા પૂજા પંડાલને શણગાર્યો છે.
#WATCH | A unique Durga Puja pandal decorated with coins worth more than Rs 11 lakh has attracted people in Assam’s Nagaon district in this Durga Puja festival. pic.twitter.com/rrdCTaQi7c
— ANI (@ANI) October 21, 2023
ગયા વર્ષે મળેલા દાનનો ઉપયોગ કરાયો
આર્ટિસ્ટ રાજુ ચૌધરી દ્વારા આ પંડાલ તૈયાર કરાયો છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે ભક્તોએ આપેલા દાનમાંથી મળેલા સિક્કા ઉપરાંત દુર્ગોત્સવ સમિતિના સભ્યોએ પણ જાતે સિક્કા એકઠા કર્યા છે અને પંડાલને શણગાર્યો છે. આટલું જ નહીં, શનિ મંદિર દુર્ગા પૂજા સંઘે પૂજા પંડાલ બનાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને નાના દુકાનદારો પાસેથી લગભગ 10 લાખ રૂપિયાના સિક્કા એકઠા કર્યા હતા. પહેલા પ્લાયવુડ પર 11 લાખ રૂપિયાના સિક્કા ચોંટાડવામાં આવ્યા છે.
#WATCH | Artist Raju Chowdhury says, “…We have collected Rupee 1, Rs 2, Rs 5, and Rs 10 coins and stuck them on plywood… We have decorated the whole pandal with this…The coins are approximately worth Rs 11 lakh…We have collected the coins from the state bank and from… pic.twitter.com/c6iaRh1AeD
— ANI (@ANI) October 21, 2023
પૂજા પંડાલને ઉપરના ભાગમાં સોનેરી રંગના દસ રૂપિયાના સિક્કા તેમજ નીચેના ભાગમાં ચાંદીના એક રૂપિયા, બે રૂપિયા અને પાંચ રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીને સુંદર દેખાવ આપવામાં આવ્યો છે. આયોજક એમ માની રહ્યા છે કે, આ પંડાલ સૌકોઈનું ધ્યાન ખેંચવામાં સફળ રહેશે. મહત્વનું છે કે, આસામમાં આ સિઝનમાં લોકો કટી બિહુ, કરમ પૂજા (ચા જનજાતિ), દુર્ગા પૂજા, લક્ષ્મી પૂજા, દિવાળી વગેરે સહિત વિવિધ તહેવારો ઉજવે છે. આ બધામાંથી દુર્ગા પૂજા દરેક માટે ખાસ છે. રાજ્યના દરેક જિલ્લામાં અનેક જગ્યાએ લોકો દુર્ગા પૂજાનું આયોજન કરી રહ્યા છે.
આ પણ વાંચો: મા દુર્ગાનું વાહન સિંહ કેવી રીતે બન્યો? શું છે પૌરાણિક કથા?