કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ભાવનગર ડિવિઝન દ્વારા 8 વિશેષ ટ્રેનોનો સમયગાળો લંબાવવામાં આવ્યો

Text To Speech
  • બોટાદ-ગાંધીગ્રામ, બોટાદ-ધ્રાંગધ્રા, ભાવનગર-ધોલા અને ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનો માર્ચ-2024 સુધી ચલાવવાનો લેવાયો નિર્ણય

ભાવનગર, 29 ડિસેમ્બર: ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ભાવનગર રેલવે મંડળના બોટાદ-ગાંધીગ્રામ, બોટાદ-ધ્રાંગધ્રા, ભાવનગર-ધોલા અને ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે અનારક્ષિત (Unreserved) વિશેષ ટ્રેનો ચલાવી રહી છે, જેનો સમયગાળો 31 ડિસેમ્બર, 2023 નક્કી કરવામાં આવ્યો હતો. આ દિશામાં હવે પશ્ચિમ રેલવેએ ટ્રેનોમાં વધારાના ધસારાને જોતા 8 અલગ-અલગ વિશેષ ટ્રેનોને 31 ડિસેમ્બર, 2023ની જગ્યાએ ભાવનગર ડિવિઝનએ આ ટ્રેનોની અવધિ 31 માર્ચ, 2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ વિશેષ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે

1. ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ દૈનિક 31.03.2024 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક 31.03.2024 સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 09213 બોટાદ-ધ્રાંગધ્રા દૈનિક ડેમુ ટ્રેન 31.03.2024 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 09214 ધ્રાંગધ્રા-બોટાદ દૈનિક ડેમુ ટ્રેન 31.03.2024 સુધી લંબાવવામાં આવી છે.
5. ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક 31.03.2024 સુધી લંબાવવામાં આવી છે.
6. ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક 01.04.2024 સુધી લંબાવવામાં આવી છે.
7. ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા દૈનિક 31.03.2024 સુધી લંબાવવામાં આવી છે.
8. ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર દૈનિક 01.04.2024 સુધી લંબાવવામાં આવી છે.

આ પણ વાંચો: SBIએ FD વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો શું છે નવીનતમ દર

Back to top button