ગુજરાત

ગુજરાતમાંથી નકલી પનીર, હળદર અને ઘી બાદ ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરી ઝડપાઇ

  • માણસામાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાઓની ફેક્ટરી ઝડપાઇ
  • ગોડાઉનમાં 331 બોક્સમાંથી 803 બોટલ, 5720 પાઉચ મળ્યા
  • ગાંધીનગર એસઓજીની મદદથી ગોડાઉન પર રેડ કરી

ગુજરાતમાંથી નકલી પનીર, હળદર અને ઘી બાદ ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરી ઝડપાઇ છે. જેમાં માણસામાં ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરીમાંથી 46 લાખનો જથ્થો જપ્ત કરાયો છે. ગોડાઉનમાં 331 બોક્સમાંથી 803 બોટલ, 5720 પાઉચ મળ્યા છે. તથા પાંચ કંપનીના નામે દવા બનાવી તેની પર સ્ટિકર લગાવી સપ્લાય કરતો હતો.

આ પણ વાંચો: ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર પાન-આધાર કાર્ડ લિંક કરતા પહેલા આ સમાચાર ખાસ વાંચો

માણસામાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાઓની ફેક્ટરી ઝડપાઇ

માણસામાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાઓની ફેક્ટરી ઝડપાઇ છે. પોલીસે ડુપ્લિકેટ દવા સહિત રૂ. 46 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થો ફેક્ટરીના ગોડાઉનમાં જ સંગ્રહ કરવામાં આવ્યો હતો. ખાનગી કંપનીના ઈન્વેસ્ટિગેશન ઓફિસરે પોલીસની મદદથી ઈન્દ્રપુરા રોડ પર આવેલા ભગવતી એસ્ટેટ ગોડાઉનમાં રેડ કરી હતી. જેમાં ગોડાઉનમાંથી જંતુનાશક દવાના 331 બોક્સ મળ્યા હતા જેમાં 803 જેટલી ભરેલી બોટલ અને 5720 જેટલા પાઉચ-પેકેટ હતા. આ ઉપરાંત 4200 ખાલી પાઉચ, 600 ખાલી બોટલ, 980 સ્ટિકર, ઈલેક્ટ્રિક પ્રેશર મશીન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જપ્ત કરેલ દવાનો જથ્થો ડુપ્લિકેટ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. આ મામલે પોલીસે ફેક્ટરીના સંચાલક અલ્પેશ ગોપાલભાઈ પ્રજાપતિ સામે ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદમાં ઉજવણી, ગોર મહારાજની અછત

ગાંધીનગર એસઓજીની મદદથી ગોડાઉન પર રેડ કરી

અમદાવાદ રહેતાં નીતિનકુમાર પટેલ ગુડગાંવની ચેક આઈપી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઇન્વેસ્ટિગેશન ઓફ્સિર તરીકે ફરજ બજાવે છે. કંપની દ્વારા કોપીરાઇટ અને ટ્રેડમાર્કની સેફ્ટી માટે કામ કરે છે. નીતિનકુમાર બુધવારે માણસા વિસ્તારમાં કામગીરી કરી રહ્યા હતા. આ સમયે તેમને બાતમી મળી હતી કે, માણસાથી ઇન્દ્રપુરા ગામ તરફ્ જતા રોડ પર ભગવતી એસ્ટેટના ગોડાઉનમાં વિવિધ કંપનીઓના નામે ડુપ્લિકેટ જંતુનાશક દવાનો સંગ્રહ કરીને વેચાણ થાય છે. જેને પગલે તેઓએ ગાંધીનગર એસઓજીની મદદથી ગોડાઉન પર રેડ કરી હતી. જેમાં ગોડાઉન બંધ હતું. જેને પગલે પોલીસે ગોડાઉનના કબ્જેદાર અલ્પેશ પ્રજાપતિને સાથે રાખીને શટર ખોલીને તપાસ કરી હતી. ગોડાઉનમાંથી ફરિયાદની કંપની ઓથોરાઈઝ કંપનીઓના માર્કાવાળી ડુપ્લિકેટ જંતુનાશક દવા મળી આવી હતી.

Back to top button