ગુજરાતટોપ ન્યૂઝફૂડ

ગાંધીનગરમાંથી ઝડપાયું રૂ.70 હજારનું નકલી ઘી, પેઢીનું લાયસન્સ સસ્પેન્ડ

Text To Speech
  • ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમૂલ બ્રાન્ડનું નકલી ઘી જપ્ત કરાયું
  • પાયલ ટ્રેડર્સનું લાયસન્સ ૬૦ દિવસ માટે સસ્પેન્ડ કરાયું

ગાંધીનગર, 6 જૂન : ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન કચેરીના કમિશનર ડો.એચ.જી કોશિયાની માહિતીના આધારે ગાંધીનગરમાંથી રૂ.70 હજારની કિંમતનું નકલી અમુલ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગાંધીનગર શહેરના સેકટર 26 ખાતે જીઆઈડીસીમાં આવેલ પાયલ ટ્રેડર્સ ખાતે ડુપ્લીકેટ ઘી વેચાણ થવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા. અને ૫૦૦ એમ. એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય માખણ મિશ્રી ગાયના ઘીનો જથ્થો હતો. પેઢીમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા.માંથી અને ૫૦૦ એમ. એલ. પાઉચના બે અને માખણ મિશ્રી બ્રાન્ડ ગાયના ઘીના ૧૫ કિ.ગ્રા.માંથી અને ૫૦૦ એમ. એલ. પાઉચના બે એમ કુલ ચાર નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો ૨૦૭ કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૭૦,૦૦૦ છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

તેમણે ઉમેર્યું હતું કે, તપાસમાં અમૂલ બ્રાંડના ૧૫ કિ.ગ્રા.ના જથ્થાનો જાતે જ પેક કરતા હોવાનું જાણવા મળ્યું હતું.. વધુમાં અમૂલ બ્રાંડ ના ૫૦ મિ.લી. પાઉચ તેઓ અજાણી વ્યક્તિ પાસેથી ટેલીફોનીક સંપર્ક દ્વારા વગર બિલે ખરીદતા હોવાનું કબુલાત કર્યું છે જે બાબતે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Back to top button