ટ્રેન્ડિંગમનોરંજન

Dunki Box Office: શાહરૂખની ફિલ્મે રિલીઝ થતાની સાથે જ મચાવી ધૂમ

Text To Speech

શાહરૂખ ખાનની ફિલ્મ ‘Dunki ‘ આજે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને રિલીઝના પહેલા દિવસે જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ‘Dunki’નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે સિનેમાઘરોમાં ભારે ભીડ જોવા મળી હતી.ચાહકોએ તેમની કિંગ ખાનની ફિલ્મને જોરદાર આવકારી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘણા વીડિયોમાં ચાહકો થિયેટરોની બહાર અને અંદર ડાન્સ કરીને ‘Dunki’ની ઉજવણી કરતા જોવા મળ્યા.

રિલીઝના પહેલા દિવસે ‘Dunki’ કેટલી કમાણી કરશે?

‘પઠાણ’ અને ‘જવાન’ બાદ હવે શાહરૂખ ખાન ‘Dunki’થી સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહ્યો છે. આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે અને તેણે આવતાની સાથે જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. ફિલ્મનો ક્રેઝ દર્શકો પર જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મના રિવ્યુ પણ શેર કર્યા છે અને તેને માસ્ટરપીસ ગણાવી છે.

ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘Dunki’ રિલીઝના પહેલા દિવસે 30 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જો કે આ અંદાજ છે. ‘Dunki’નું ઓપનિંગ ડે કલેક્શન ‘પઠાણ’ અને ‘જવાન’ કરતાં ઓછું હોઈ શકે છે.’

‘સાલર’ અને ‘Dunki’ વચ્ચે ટક્કર

‘Dunki’ને દર્શકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. પ્રભાસની સાલાર પણ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. બોક્સ ઓફિસ પર બે સુપરસ્ટારની ફિલ્મો વચ્ચે મોટી ટક્કર થશે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસની ફિલ્મ શાહરૂખ ખાનની ‘Dunkiની ગેમને બગાડી શકે છે. સાલારે તેની એડવાન્સ બુકિંગમાં જ રૂ. 30 કરોડથી વધુ કલેક્શન કર્યું છે. આવી સ્થિતિમાં શરૂઆતના દિવસે પ્રભાસની ફિલ્મનું બમ્પર કલેક્શન થવાની આશા છે. હવે જોવાનું એ રહે છે કે બેમાંથી કઈ ફિલ્મ કોની ઉપર હાવી થાય છે.

Back to top button