ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં ડમ્પર ચાલકોનો આતંક, ત્રણ અકસ્માતમાં બાળકી સહિત 2 લોકો મૃત્યુ

Text To Speech
  • 24 કલાકમાં બાળકી સહિત 2ને કચડ્યા, ત્રણ ઇજાગ્રસ્ત
  • અકસ્માતનો પ્રથમ બનાવ રાજકોટના ભાવનગર રોડ પર બન્યો
  • બીજો અકસ્માત અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પાસે સર્જાયો

ગુજરાતમાં ડમ્પર ચાલકોનો આતંક વધ્યો છે. જેમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં ડમ્પર ચાલકોએ બાળકી સહિત 2 લોકોને અડફેટે લેતાં મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોને ઇજા પહોંચી છે.

અકસ્માતનો પ્રથમ બનાવ રાજકોટના ભાવનગર રોડ પર બન્યો

અકસ્માતનો પ્રથમ બનાવ રાજકોટના ભાવનગર રોડ પર બન્યો છે. જેમાં રાજકોટ શહેરના આજીડેમ ચોકડી નજીક એક ડમ્પર ચાલકે બાઇક ચાલકને હડફેટે લીધો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો અકસ્માત અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પાસે સર્જાયો

બીજો અકસ્માત અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પાસે સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકને એક્ટીવા ચાલકને હડફેટે લીધો હતો. જેમાં બે લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને અમદાવાદની એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો અન્ય એક બનાવ વડોદરામાં બન્યો હતો જેમાં એક ટેમ્પો ચાલકે બાળકીને અડફેટે લેતાં મોત નીપજ્યું છે.

આ પણ વાંચો: ઊંઝાથી વરિયાળી-જીરુ ખરીદતા હોય તો આ સમાચાર ખાસ વાંચો

Back to top button