ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં GST ચોરીમાં ડમી કંપનીઓનો રાફડો ફાટ્યો

Text To Speech
  • વડોદરામાં વિવિધ સરનામે 6 ડમી કંપનીઓ ખોલવામાં આવેલી
  • રાજયવ્યાપી કૌભાંડ ડમી કંપનીઓનો આંકડો 900ને પાર
  • તપાસની રણનીતિ અંગે એસ.આઈ.ટી.ની બેઠક મળશે

જી.એસ.ટી. ચોરીના રાજ્ય વ્યાપી કૌભાંડમાં વડોદરા અને ભાવનગર પોલીસ દ્વારા સમાંતર રીતે ચાલી રહેલી તપાસમાં ડમી કંપનીઓનો આંકડો 900ને પાર થયો હોવાનુ સપાટી ઉપર આવ્યુ છે. ઈકોનોમી ક્રાઈમ સેલ દ્વારા ભાવનગરથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને લવાયેલા બે આરોપીઓના પોલીસ કસ્ટડી રીમાન્ડ પુરા થઈ રહયા છે.

આ પણ વાંચો: ગુજરાત: રેરાના હુકમનો અનાદર કરાતા બિલ્ડર્સને 30 દિવસ કેદની સજા

બોગસ ડોક્યુમેન્ટસ આધારે જી.એસ.ટી. પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન

આરોપીઓની કસ્ટડી પાછી સોંપવા માટે તેમજ તપાસ કરવા માટે પોલીસની એક ટીમ આજે ભાવનગર જવા રવાના થશે. જયાં આગળની તપાસ અંગેની સંયુક્ત રણનિતિ અંગે એસ.આઈ.ટી.માં ચર્ચા કરશે. રાજય સરકારના ટેક્સની ચોરી કરવા માટે વ્હાઈટ કૉલર ક્રિમીનલો દ્વારા ભાવનગરથી રાજયવ્યાપી નેટવર્ક ઓપરેટ કરવામાં આવતુ હતુ. ટેક્સ ચોરી કરવા માટે રાજયના કોઈ પણ શહેરમાં આડેધડ સરનામાવાળા બોગસ ડોક્યુમેન્ટસ આધારે જી.એસ.ટી. પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવતુ હતુ.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ

અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

વડોદરા શહેરના વિવિધ સરનામે ખોલવામાં આવેલી 6 ડમી કંપનીઓના નામે રૂ. 161 કરોડનો ધંધો જી.એસ.ટી.ના ચોપડે ચઢાવામાં આવતાં વડોદરા પોલીસ સક્રીય થઈ હતી. આ ષડયંત્રના સીલસીલામાં વડોદરા ઈકોનોમી ક્રાઈમ સેલ દ્વારા અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્રેની પોલીસની કસ્ટડીમાં હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર રહેલાં આરોપી યાસીન ઉર્ફે અંકલ ઈસ્માઈલ મગરબી (રહે, સફક પાર્ક, લીમડીવાડ સડક, સાંઢીયાપુરા,ભાવનગર) તેમજ અકરમ અબ્દુલ્લા અત્યાન (આરબ) (રહે, ભદ્રોદનો ઝાંપો, ખાટકીવાડ, મહુવા, ભાવનગર)એ જ 150થી વધુ ડમી કંપની અંગેના બોગસ ડોક્યુમેન્ટસ બનાવી આપ્યા હતા. ભાવનગર પોલીસે પણ જી.એસ.ટી.ચોરીના સંદર્ભમાં 39 આરોપીઓને ઝડપી પાડયા છે. અકરમ અને યાસીન અંકલના પોલીસ કસ્ટડી રિમાન્ડ આવતીકાલે શુક્રવારે બપોરે એક વાગે પુરા થઈ રહયા છે. ઈકોનોમી ક્રાઈમ સેલની એક ટીમ જે બંન્ને આરોપીઓને લઈને ભાવનગર જશે જયાં સ્થાનીક પોલીસને કસ્ટડી સોંપશે.

Back to top button